• BJDએ લોકસભાની 9 બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર
  • વિધાનસભાની ચૂંટણીને લઇને પણ યાદી કરી જાહેર
  • વિધાનસભાની પ્રથમ લિસ્ટમાં લોકસભાના ઉમેદવારોની પણ જાહેરાત 


લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ એક બાદ એક પોતાની સીટ પર ઉમેદવારોની જાહેરાત કરીને પત્તા ખોલી રહી છે. ત્યારે ઓડિશામાં બીજેડીએ લોકસભાની ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ વખતે સામાન્ય ચૂંટણી અંતર્ગત સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલ, 2024ના રોજ મતદાન થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂન, 2024ના રોજ થશે, જ્યારે પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.

સીટનું નામ        ઉમેદવાર

  • સંભલપુર        પ્રણવ પ્રકાશ
  • સુંદરગઢ         દિલીપ તિર્કે
  • મયુરભંજ        સુદામ મરાંડી
  • કેન્દ્રપારા        અંશુમન મોહંતી
  •  નબરંગપુર     પરદીપ માઝી
  •  ભુવનેશ્વર     મનમથ રાઉતરે
  • કોરાપુટ        કૌશલ્યા હિકાકા
  • આસ્કા        રંજીતા સાહુ
  •  કાલાહાંડી   લંબોદર ન્યાલ

વિધાનસભાની ચૂંટણી માટે પણ ઉતાર્યા ઉમેદવાર

આ ઉપરાંત ઓડિશાની પ્રાદેશિક પાર્ટીએ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી. આ યાદીમાં ઘાસીપુરાથી બંદ્રીનારાયણ પાત્રા, મલકાનગીરીથી માનસ મડકામી, કોરાપુટથી રઘુરામ, કોટપરથી ચંદ્રશેખર માંઝી, ચિકિટીથી ચન્મયા નંદા, દિગપહાંડીથી બિપ્લબ પાત્રા, ગોપાલપુરથી બિક્રમ પાંડા, હિંજીલીથી નવીન પટનાયક, સોરદાથી સંઘમિત્રા સ્વેન અને છતરપુરથી સુભાષ બહેરાને ટિકિટ આપવામાં આવી છે. 

  • Follow us on: