• લાંચ મામલે TMC નેતા મહુઆ મોઇત્રાના ધરે CBIના દોરડા
  • 2 દિવસ પહેલા CBIએ લાંચ કેસમાં મોઈત્રા વિરુદ્ધ FRI નોંધી
  • મતવિસ્તાર કૃષ્ણનગરમાં મહુઆ મોઇત્રાના નિવાસસ્થાને દરોડા

લોકસભાની ચૂંટણી પહેલા લાંચ મામલે TMC નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ફરી વધી રહી છે. CBIએ 2 દિવસ પહેલા મહુઆ મોઇત્રાની સામે FRI દાખલ કરી હતી. શનિવારે CBIની ટીમે મહુઆ મોઇત્રાના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

લાંચ કેસમાં સસ્પેન્ડ કરાયેલા TMCના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને લોકસભા ચૂંટણી પહેલા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ પહેલા CBIએ લાંચ કેસમાં મહુઆ મોઈત્રા વિરુદ્ધ FRI નોંધી હતી. શનિવારે CBIની ટીમે પહેલા કોલકાતાના અલીપોરમાં તેમના પિતાના ઘરે દરોડા પાડ્યા હતા અને હવે તેમના સંસદીય મતવિસ્તાર કૃષ્ણનગરમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

TMC સુપ્રીમો મમતા બેનર્જીએ ફરીથી ફાયરબ્રાન્ડ TMC નેતા મહુઆ મોઇત્રાને કૃષ્ણનગર સંસદીય બેઠક પરથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે સીબીઆઈની સક્રિયતાને કારણે શું લોકસભા ચૂંટણી પહેલા મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ ફરી વધી શકે છે?

CBIએ મહુઆ મોઇત્રાના કૃષ્ણનગર સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આજે સવારે CBIએ કોલકાતાના અલીપોરમાં DL મોઈત્રા નામના બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા હતા. સિક્યોરિટી ગાર્ડ્સનો દાવો છે કે તે બિઝનેસમેન મહુઆ મૈત્રાના પિતા છે. આ વખતે CBI અધિકારીઓએ કૃષ્ણનગરમાં દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CBIની 5 સભ્યોની ટીમ કૃષ્ણનગરના સિદ્ધેશ્વરી પહોંચી છે, જ્યાં મહુઆ મોઇત્રા રહે છે. CBIની ટીમ મહુઆ મોઈત્રાના ઘરે સર્ચ કરી રહી છે.


  • Follow us on: