• તસ્કર પાસેથી સોનાના આઠ બિસ્કિટ મળી આવ્યા છે
  • એક્સ-રેમાં સોનાના બિસ્કીટ છુપાવ્યા હોવાનું સામે આવ્યું
  • આરોપીએ શરીરના પોલાણ (ગુદા)માં સોનાના બિસ્કીટ છુપાવ્યા હતા

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર રૂપિયા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને શરીરમાં સોનું નાખીને સોનાની દાણચોરી કરી રહેલા એક દાણચોરને BSF જવાનોએ પકડી પાડ્યો હતો. આરોપી સોનાના તસ્કર પાસેથી સોનાના આઠ બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત લગભગ 55 લાખ રૂપિયા છે. બીએસએફના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.

બીએસએફના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વ્યક્તિને અમુદિયા ગામ તરફ જતો હતો. જેની પૂછપરછ દરમિયાન જ્યારે મેટલ ડિટેક્ટર વડે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેના પેટના નીચેના ભાગે કોઈ ધાતુ હોવાની જાણ થઇ હતી. તેથી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદ જ્યારે ડોક્ટરોએ તેનો એક્સ-રે કરાવ્યો તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવકના પેટના નીચેના ભાગમાં સોનાના આઠ બિસ્કિટ જોવા મળ્યા હતા. આરોપી શરીરના પોલાણ (ગુદા)માં સોનાના બિસ્કીટ છુપાવીને સરહદ ક્રોસ કરી રહ્યો હતો.

આરોપીએ કબુલાત કરી હતી કે, તે લાંબા સમયથી દાણચોરીમાં કરી રહ્યો હતો. આ સોનાના બિસ્કિટ તેને બાંગ્લાદેશના સતખીરા જિલ્લાના રહેવાસી રહીમે આપ્યા હતા. ત્યાર બાદ તેણે ગુદા દ્વારા આ બિસ્કિટ પોતાના પેટમાં છુપાવી દીધા હતા. તે આ સોનું ઉત્તર 24 પરગણા જિલ્લાના બિથારીના રહેવાસી સુરેશને આપવા જઈ રહ્યો હતો. આ કામ માટે તેને માત્ર 300 રૂપિયા મળવાના હતા. પરંતુ તે સીમા રેખા પાર કરે તે પહેલા જ બીએસએફ જવાનોએ તેને પકડી લીધો હતો. પકડાયેલ દાણચોર અને જપ્ત કરાયેલ સોનાના આગળની કાયદેસરની કાર્યવાહી માટે તાંતુલિયાની કસ્ટમ ઓફિસને સોંપવામાં આવ્યું છે.