• આગામી લોકસભા ચૂંટણીને લઈને કર્ણાટકના મતવિસ્તારોને લઈને ચર્ચા
  • ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને અમિત શાહ સાથે ચર્ચા કરી હતી
  • પીએમ મોદી સાથે ચર્ચા બાદ 2-3 દિવસમાં બધું ફાઈનન થઈ જવાની શક્યતા

આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપ દ્વારા 195 બેઠકો પર નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરુપે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને બેઠકોનો દૌર શરુ થઈ ગયો છે. ત્યારે કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, ગઈકાલે અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે રહીને લોકસભા મત વિસ્તારો(કર્ણાટક)ને લઈને ચર્ચા કરી છે.

પીએમ મોદી સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ કોઈ નિષ્કર્ષ 

[[$googlead]]

વધુમાં ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના મતવિસ્તારોને લઈને અમિત શાહ, જે. પી. નડ્ડા સાથે રહીને ચર્ચા કરવામાં આવી છે પણ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. પરતું, તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ અંગે પીએમ મોદી સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ કોઈ નિષ્કર્ષ આવશે.

[[$alsoread]]

લોકસભાની 28 સીટોમાંથી 24 સીટો જીતીશુંઃ ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા

મળતી માહિતી મુજબ, બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, આગામી 2 થી 3 દિવસમાં લોકસભા ચૂંટણીને લઈને કર્ણાટકના મતવિસ્તારોને લઈને બધું ફાઈનલ થઈ જશે. મને વિશ્વાસ છે કે, અમે લોકસભાની 28 સીટોમાંથી 24 સીટો જીતીશું. અમે આ અંગેના અમારા તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ.

તાજેતરમાં જ સામાજિક આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણ અહેવાલ આપ્યો

કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કે. જયપ્રકાશ હેગડેએ ગુરુવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને ‘સામાજિક-આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણ અહેવાલ’ સુપરત કર્યો હતો. આ રીપોર્ટને સામાન્ય રીતે ‘જાતિ વસ્તી ગણતરી’ (caste based census report) કહેવામાં આવે છે, આ અહેવાલને બાબતે રાજકીય વિવાદ પણ ઉભો થયો છે. જો કે અહેવાલ હજુ સુધી તે જાહેર કરવામાં આવ્યો નથી. રાજકીય રીતે પ્રભાવશાળી લિંગાયત અને વોક્કાલિગા સમુદાયોએ 2017માં અગાઉની સિદ્ધારમૈયા સરકાર દ્વારા કરાયેલા સર્વે સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેઓ તેને આગામી કેબિનેટમાં રજૂ કરશે અને નિર્ણય લેશે

OBC કમિશનના અધ્યક્ષ જયપ્રકાશ હેગડે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે ગઈ કાલે ગુરુવારે બપોરે 2.45 વાગ્યે બેંગલુરુમાં વિધાનસભા પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધતા પહેલા તેઓ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને મળ્યા હતા. તેમણે કહ્યું, “અમે રિપોર્ટ સુપરત કરી દીધો છે. મુખ્ય પ્રધાનએ કહ્યું કે તેઓ તેને આગામી કેબિનેટમાં રજૂ કરશે અને નિર્ણય લેશે. સૂત્રોનું જણાવ્યા મુજબ આ રિપોર્ટથી રાજ્યના સૌથી મોટા વોટિંગ બ્લોક તરીકે લિંગાયત સંપ્રદાય અને અન્ય પછાત જાતિ વોક્કાલિગા સમુદાય નારાજ થઈ શકે છે.

અનુસૂચિત જાતિને સૌથી વધુ વસ્તી ધરાવનાર તરીકે સ્થાન આપવામાં આવ્યું

અગાઉના વર્ષોમાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, સર્વેમાં અનુસૂચિત જાતિને સૌથી વધુ વસ્તી ધરાવનાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ મુસ્લિમો, ત્યારબાદ લિંગાયતો, પછી વોક્કાલિગાસ અને પછી અન્ય જાતિઓ છે. તેથી આ અહેવાલનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

કર્ણાટકના બે પ્રભાવશાળી સમુદાયો વોક્કાલિગા અને લિંગાયતે

કર્ણાટકના બે પ્રભાવશાળી સમુદાયો વોક્કાલિગા અને લિંગાયતે આ સર્વેને નકારવાની માંગ કરી છે. રાજ્ય કોંગ્રેસના વડા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર, જે વોક્કાલિગા જાતિના છે, તેમણે પણ અગાઉ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લિંગાયત નેતાઓનું વર્ચસ્વ ધરાવતી ભાજપ પણ આ અહેવાલની વિરુદ્ધ છે.

  • Follow us on: