• પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા
  • નવીન જિંદાલે ટ્વિટર પર જાહેરાત કરી
  • રાજીનામું આપ્યા બાદ તરત ભાજપમાં જોડાઈ ગયા

કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા છે. આ પહેલાં કુરુક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાના સમાચાર બહાર આવતા જ તેઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

આ દરમિયાન નવીન જિંદાલે ટ્વિટર પર એક પોસ્ટમાં તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. આ પોસ્ટમાં તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહની સાથે કોંગ્રેસ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. નવીન જિંદાલ ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી હતી અને રવિવારે સાંજે રાજીનામું આપ્યા બાદ તરત જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

પોતાની પોસ્ટમાં નવીન જિંદાલે લખ્યું, 'મેં 10 વર્ષ સુધી કુરુક્ષેત્રથી સાંસદ તરીકે સંસદમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું. હું કોંગ્રેસ નેતૃત્વ અને તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો આભાર માનું છું. આજે હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.

નોંધનીય છેકે, નવીન જિંદાલ 2004 થી 2014 સુધી કુરુક્ષેત્રના સાંસદ હતા. તેઓ મોટા રાજકીય અને વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નવીન જિંદાલના પિતા ઓપી જિંદાલ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમની માતા સાવિત્રી જિંદાલ ધારાસભ્ય રહી ચૂક્યા છે.


  • Follow us on: