• જૌનપુર લોકસભા સીટના પૂર્વ સાંસદ
  • ધનંજયસિંહ અપહરણ કેસમાં દોષિત જાહેર
  • વર્ષ 2020નો છે મામલો

ઉત્તર પ્રદેશની જૌનપુર લોકસભા સીટના પૂર્વ સાંસદ ધનંજય સિંહને અપહરણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જૌનપુર MP-MLA કોર્ટ આવતીકાલે બુધવારે સજાની જાહેરાત કરશે. હાલ આરોપી ધનંજય સિંહને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

શું છે મામલો ?

લાઈન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના નમામી ગંગે પ્રોજેક્ટના મેનેજર અભિનવ સિંઘલે 10 મે 2020ના રોજ લાઈન બજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી કે આરોપી સંતોષે બે સહયોગીઓ સાથે તેનું અપહરણ કર્યું અને પૂર્વ સાંસદ ધનંજય સિંહના ઘરે લઈ ગયા. ત્યાં ધનંજયસિંહ પિસ્તોલ લઈને આવ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હલકી ગુણવત્તાની સામગ્રી સપ્લાય કરવા દબાણ કર્યું હતું. જે કરવાની ના પાડતા બ્લેકમેઇલ કર્યા હતા. ફરિયાદના આધારે પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી પૂર્વ સાંસદની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

27 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા

માત્ર 27 વર્ષની ઉંમરે ધનંજય સિંહે 2002ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં જીત નોંધાવીને વિધાનસભામાં પહોંચેલા ધનંજય સિંહ 2007માં જનતા દળ યુનાઈટેડ (JDU)ની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા. BSPની ટિકિટ પર 2009ની લોકસભા ચૂંટણી લડી અને જીતી અને સંસદમાં જૌનપુર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. ધનંજય સિંહ યુપી ચૂંટણી 2022માં જેડીયુની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.


  • Follow us on: