દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે. પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયાની રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજ રોજ દિલ્હી AIIMSમાં પૂર્વ PM મનમોહન સિંહનું નિધન થયું છે.

પૂર્વ PM મનમોહનસિંહનું નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 9.51 કલાકે નિધન થયું છે. તેમની તબિયત લથડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પણ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, ડૉ. સિંહે તેમના જીવનમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. ડૉ.મનમોહન સિંહે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આ પછી તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી. તેમણે 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલની ડિગ્રી મેળવી. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણાવવામાં વધું હતું.
બે વખત દેશના વડાપ્રધાન રહ્યા, પંજાબ અને ઓક્સફર્ડમાંથી અભ્યાસ કર્યો
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.
વર્ષ 2006માં ફરીથી બાયપાસ સર્જરી કરવામાં આવી
મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 2006માં ફરી બાયપાસ સર્જરી કરાવી હતી. જેના માટે મુંબઈથી નિષ્ણાત ડોક્ટર રમાકાંત પાંડાને બોલાવવામાં આવ્યા હતા. આ સિવાય તેમને કોરોના સમયગાળા દરમિયાન પણ કોવિડ થયો હતો, ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે લગભગ 8 વાગે તેમને દિલ્હીની AIIMS ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ અડધા કલાક પછી તેમનું નિધન થઈ ગયું છે.









