• રેલવે પ્રશાસન થયું દોડતું
  • ભુવનેશ્વરના લિંગરાજ સ્ટેશને 4 ટ્રેન એકસાથે આવી
  • સુરક્ષા નિયમોને લઈને થયા સવાલો

ઓરિસ્સાના ભુવનેશ્વરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં લિંગરાજ સ્ટેશન પર એક ટ્રેક પર ચાર ટ્રેન આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક ટ્રેન પાટા પર ઉભી છે અને તેની પાછળ ધીમે ધીમે અન્ય 3 ટ્રેન આવી રહી છે.

એક જ સ્ટેશન પર 4 ટ્રેન આવી

[[$googlead]]

ભુવનેશ્વરના લિંગરાજ સ્ટેશન પર ચાર ટ્રેનો એક ટ્રેક પર આવી હતી, જેના પછી ગભરાટ ફેલાયો હતો. ખાસ વાત તો એ છે કે આ સમયે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. રેલવે પ્રશાસને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ મામલે ઈસ્ટ કોસ્ટ રેલવેના પીઆરઓ નિહાર રંજન મોહંતીએ કહ્યું છે કે, 'સુરક્ષા નિયમો અનુસાર એક જ ટ્રેક પર ચાર ટ્રેનો પાર્ક થઈ શકે છે, આમાં કોઈ સમસ્યા નથી.'

[[$alsoread]]

શું કહ્યું રેલવેના અધિકારીએ

મળતી માહિતિ અનુસાર ઘટનાને લઈને સ્પષ્ટતા કરતા ઈસ્ટ કોસ્ટ રેલવેના પીઆરઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમો મુજબ એક ટ્રેક પર ચાર ટ્રેન આવી શકે છે. એક ટ્રેક પર ચાર ટ્રેન ઊભી રહે તેમાં કંઈ ખોટું નથી.  ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. કોઈ ટ્રેન એકમેક સાથે ટકરાઈ નથી અને કોઈને નવું નુકસાન થયું નથી. 

ઓરિસ્સામાં અનેક વખત ટ્રેન અકસ્માત થતા રહે છે. હાલમાં થોડા દિવસ પહેલા પણ અહીં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તો આ સમયે હવે પ્રશ્ન એ થાય કે રેલતંત્ર મુસાફરોની સુવિધાને લઈને કેટલું સજાગ છે. 

  • Follow us on: