• બીજા સત્રમાં લીડર્સ ડિક્લેરેસન પર સહમતી બની
  • હવેથી G20નું નામ બદલીને G21 થઈ શકે છે
  • ભવિષ્યના પડકારોની મોદીએ ઝલક આપી
તારીખ 9 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ દિલ્હીમાં શરૂ થઈ હતી. જેના પહેલા સત્રમાં જુદા જુદા મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થઈ હતી. જ્યારે 3.15 વાગ્યે શરૂ થયેલા બીજા સત્રમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં જુદા જુદા દેશે પોતાની સહમતી દર્શાવવાની હોય છે. બીજા સત્રમાં પણ જુદા જુદા મુદ્દાઓની લઈ અલગ અલગ દેશ સાથે સહમતી બની શકે છે. બધાને સાથે રાખીને ચાલવાનો સમય છે. સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસનો આ માર્ગ બની છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ, ઈસ્ટ વેસ્ટનું અંતર, ફૂડ ફ્યૂલ અને ફર્ટિલાઈઝરનું મેનેજમેન્ટ, હેલ્થ એનર્જી અને વોટર સિક્યોરિટી હોય વર્તમાન સાથે આવનારી પેઢી માટે આ પડકારોનો નીવેડો લાવવો પડશે.



આફ્રિકન યુનિયનને સમિટમાં સ્થાન અપાયું
જ્યારે આપણ કોવિડને માત આપી શકીએ છીએ તો અંદરોઅંદર જે અવિશ્વાસ છે એને પણ ખતમ કરી શકીએ છે. ભારત સમગ્ર દેશને આહવાન કરે છે કે, આપણે સૌથી પહેલા ગ્લોબલ ટ્રસ્ટ ડેબિસિટને એક ભરોસોમાં બદલી દઈએ. સૌને સાથે રાખીને ચાલવાનો સમય છે. ભારતની જી20 પ્રેસિડેન્સી સૌના સાથનું પ્રતિક બની છે. ભારતમાં આ પિપલ્સ જી20 બન્યું છે. દેશના 60થી વધારે શહેરમાં 200થી વધારે બેઠક થઈ છે. મને વિશ્વાસ છે કે, પ્રસ્તાવ પર સૌની સહેમતી છે. તમામ લોકોની સહમતીથી આગળની કામગીરી શરૂ કરતા પહેલા આફ્રિકા યુનિયનના અધ્યક્ષને જી20ના સ્થાયી સભ્ય તરીકે સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપું છું. જણાવી દઈએ કે હવે જી20 નહીં પણ જી21 તરીકે આ સંગઠન ઓળખાશે.

સાત વાગ્યે ભોજન સમારોહમાં જોડાશે
G20 શિખર સંમેલન, 'ધ અર્થ'ના પ્રથમ સત્રના અંત પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક વચ્ચે હાલમાં દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. થોડા સમય બાદ બીજી સિઝન 'એક પરિવાર' શરૂ થઈ હતી. આ પછી, પીએમ મોદી અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ આવનારા સમયમાં વિશ્વ સામેના કેટલાક પડકારો અંગે વાતચીત કરી હતી. સાંજે સાત વાગ્યા પછી, તમામ વિદેશી મહેમાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. જ્યાં અન્ય મહેમાનો પણ આ રાત્રિ ભોજન સમારોહમાં જોડાશે.
  • Follow us on: