ઉત્તરપરદેશના રાયબરેલી જિલ્લામાં ગંગા નદીમાં ડૂબી જવાના કારણે અમેઠી જિલ્લાના 3 યુવાનના મોત થયા છે. એક યુવાનનો બચાવ થયો છે. જગદીશપુરના સંબંધીના અસ્થિ વિસર્જન બાદ આ ઘટના બની હતી.
મળતા અહેવાલો અનુસાર અમેઠીના જગદીશપુર શહેરના 9 જણ સંબંધી રામ કિશોરના અસ્થિ વિસર્જન માટે દાલમાઉ ઘાટ પર આવ્યા હતા. વિસર્જન કર્યા પછી ગંગામાં સ્નાન કરવા ગયા, જેમાં ઊંડા પાણીમાં ઉતરવાથી 4 લોકો ડૂબવા લાગ્યા હતા અને 3નાં મોત થયા હતા. એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકો યુવાનોના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
કિશોરને બચાવવા જતાં બીજા 3 ડૂબ્યા, એક બચાવાયો
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા પણ એક કિશોર અને બે લોકોના દર્દનાક મૃત્યુ થયા. 12 વર્ષનો આર્યનશ ઊંડા પાણીમાં ગયો અને ડૂબવા લાગ્યો હતો. તેની બૂમો ચીસો સાંભળીને તેના પિતા બાલચંદ્ર આગળ વધ્યા પરંતુ તે પણ ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ ચંદ્ર કુમાર અને વિધિ ચંદ્ર પણ બચાવવા ગયા અને ચંદ્ર કુમાર પણ ડૂબી ગયા. તરવૈયાઓએ વિધિચંદ્રને બચાવી લીધા હતા. બાકીના ત્રણને બચાવી શકાયા નહીં.
ઊંડા પાણીમાં ન જવા સૂચના
સીએમ યોગીએ યોગ્ય સારવાર મળી રહે તેની તાકીદ કરી છે. તો સાથે સાથે ઘાયલ થયેલા લોકો સ્વસ્થ થાય તેવી શુભેચ્છા આપી છે. કેટલાક સમયથી રાજ્યમાં ડૂબવાથી મૃત્યુ થતાં રહે છે ત્યારે તંત્ર દ્વારા લોકોને ઊંડા પાણીમાં ન જાય તેવી મનાઈ પણ ફરમાવી છે.

  • Follow us on: