- 10 ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા
- ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- આરોગ્ય વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી
પંજાબના લુધિયાણામાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ લીક થવાથી 11 લોકોના મોત થયા છે. આ સિવાય 10 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
પોલીસે સાવચેતીના પગલારૂપે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઝેરી ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે કે ગટરમાંથી, તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે નજીકની ફેક્ટરીમાંથી ગેસ લીક થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. મોટાભાગના લોકો ભાગીને ફેક્ટરીથી દૂર સુધી પહોંચી ગયા છે.
હજુ પણ સારવાર દરમિયાન મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.









