યુપીના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી ખરીદેલા સમોસામાં દેડકાનો પગ મળી આવતાં અહીં હોબાળો મચી ગયો હતો. સમોસા ખરીદી રહેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને દુકાનમાં હંગામો મચાવ્યો હતો.


ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ

હંગામાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ બાદ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેણે દુકાનમાંથી સમોસાના સેમ્પલ લીધા હતા. વિભાગના અધિકારીએ જણાવ્યું કે, તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સમોસાની અંદરથી દેડકાના પગ નીકળ્યા

ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યાય ખંડ વિસ્તારના રહેતા ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે, તેણે નજીકની એક જાણીતી મીઠાઈની દુકાનમાંથી ચાર સમોસા પેક કરાવ્યા હતા. આ સમોસા ખાવા માટે તેના ઘરે લઈ ગયા. પરંતુ સમોસાની અંદરથી દેડકાના પગ જેવું કંઈક દેખાયું હતું.

ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ નોંધાવી

ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને કેટલાક લોકો સાથે તે મીઠાઈની દુકાને પહોંચ્યો અને તેની ફરિયાદ કરી હતી. સુનાવણી થતી ન જોઈને અમને 112 પર ફોન કર્યો અને પોલીસને મામલાની જાણ કરી હતી. જેના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિવાદ વધતો જોઈને પોલીસે દુકાનદાર રામકેશ વિરુદ્ધ કલમ 151 હેઠળ કાર્યવાહી કરી છે.

દુકાનમાંખઈ સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા

ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ વિભાગે આ મીઠાઈની દુકાનમાંથી સમોસાના સેમ્પલ લીધા છે. આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફિસર અરવિંદ યાદવે કહ્યું કે, ફરિયાદના આધારે દુકાનમાંથી સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને દુકાનદારને નોટિસ આપવામાં આવી રહી છે. લેવાયેલા સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: