દેશમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યા હોય છે. વિપક્ષ દ્વારા ક્યારેક પીએમ મોદીને તો ક્યારેક દેશ વિરોધી નિવેદનો કરતા રાજકારણ ગરમાય છે. તેવામાં હાલ પણ રાહુલ ગાંધીએ ટેક્સાસમાં આપેલા નિવેદનને લઇને રાજકારણ ગરમાયુ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે શું પ્રતિક્રિયા આપી આવો જાણીએ.


[[$googlead]]

દેશદ્રોહનો કેસ થવો જોઇએ- ગિરિરાજસિંહ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં આપેલા નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભારતના વખાણ કરવાને બદલે રાહુલ ગાંધી ભારતની બહાર જઈને ચીનના વખાણ કરી રહ્યા છે . એવું લાગે છે કે તેઓ ચીનના પૈસા પર જીવી રહ્યા છે અને તેથી જ તેઓ બહાર જઈને ચીનનો પ્રચાર કરી રહ્યા છે. એવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ જેઓ ભારતની બહાર જઈને ભારતની ટીકા કરે છે અને દુશ્મન દેશોની પ્રશંસા કરે છે.

[[$alsoread]]

રાહુલ ગાંધી આ જન્મમાં RSSને નહી સમજી શકે- ગિરિરાજસિંહ

તો રાહુલ ગાંધીએ RSS પર આપેલા નિવેદનને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે આરએસએસને સમજવા માટે રાહુલગાંધીએ અનેક જન્મ લેવા પડશે. દેશ દ્રૌહી આરએસએસને ઓળખી ન શકે. બહાર જઇને દેશની નિંદા કરે તે આરએસએસને ન ઓળખી શકે. એવુ લાગે છે કે રાહુલ ગાંધી ભારતને બદનામ કરવા માટે વિદેશ ગયા છે. રાહુલ ગાંધી આ જન્મમાં તો આરએસએસને સમજી શકશે જ નહી. ભારતના સંવિધાનને પ્રધાનમંત્રી માથે ન લગાવતા તો રાહુલ ગાંધી જેવા લોકો દેશને બદનામ કરવા આવ્યા છે. તેમને ત્રીજી વાર 99 સીટ પર લાવીને અટકાવી દીધા છે. ભારતને બદનામ કરી રહ્યા છે રાહુલ ગાંધી. લાગી રહ્યુ છે કે ભારત પ્રત્યે રાહુલ ગાંધીને પ્રેમ નથી. 


  • Follow us on: