• લોકોએ NDAને મત આપ્યા અને નીતિશે દગો કર્યો
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો
  • નીતિશ કુમારની કહીંપે નિગાહે કહી પે નિશાના હતુ

બિહારમાં ગઈકાલે આખો દિવસ ચાલેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમાર (Nitish Kumar) ભાજપ (BJP) છોડીને આરજેડીમાં જોડાઈ ગયા છે. આજે બપોરે મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. એક તરફ નીતિશ કુમારના આ નિર્ણયને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Union Minister Giriraj Singh) નીતિશ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.

નીતિશ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, 'નીતિશ કુમારની કહીંપે નિગાહે કહી પે નિશાના હતુ અને તેમની નજર PMની ખુરશી પર હતી. લોકોએ એનડીએને મત આપ્યા અને તેમની સાથે દગો કર્યો. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, 'નીતીશ પોતાના દમ પર સીએમ નથી બની શકતા, પીએમના સપના જોઈ રહ્યા છે.

બીજી તરફ સુશીલ મોદીનું કહેવું છે કે ભાજપે તેમને આરજેડીમાં જે સન્માન આપ્યું છે તે તેમને નહીં મળે. સુશીલ કુમાર મોદીએ મંગળવારે ટ્વીટ કરીને નીતિશ કુમારને જવાબ આપ્યો. તેમણે લખ્યું- "ભાજપે નીતિશજીની સંમતિ વિના RCPને મંત્રી બનાવ્યા એ ઘોર જુઠ્ઠાણું છે. એ પણ જૂઠ છે કે ભાજપ JDUને તોડવા માંગતી હતી. તોડવા માટે બહાનું શોધી રહી હતી. ભાજપ 2024માં પ્રચંડ બહુમતી સાથે આવશે."

'NDAમાં કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું'

9મી ઓગસ્ટે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે મીડિયાને કહ્યું હતું કે NDA છોડવા પર તમામ સાંસદો અને ધારાસભ્યોની સહમતિ છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે આજે અમે અમારી પાર્ટીના તમામ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો સાથે વાત કરી હતી. તેમનો નિર્ણય હતો કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. તેથી જ અમે આજે રાજીનામું આપ્યું છે. આ દરમિયાન તેમણે સીધું કહ્યું કે 2024માં ભાજપ પ્રચંડ બહુમતી સાથે આવશે.

સતત એવો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે નીતિશ કુમારની સંમતિ વિના આરસીપી સિંહને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે જેડીયુમાં હોવા છતાં આરસીપી સિંહ બીજેપીના પક્ષમાં હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ જેડીયુને તોડવા માંગે છે. આવા તમામ આરોપો અંગે સુશીલ મોદીએ ટ્વીટ કરીને ભાજપ વતી પ્રતિક્રિયા આપી છે.

  • Follow us on: