• ગિરિરાજ સિંહે લવ-જેહાદને લઇ ફરી એક વખત પ્રહારો કર્યા છે
  • દિલ્હીમાં હિન્દુ છોકરીને જે રીતે ટુકડે-ટુકડા કરીને હત્યા કરી તે દુર્ભાગ્યપૂર્ણ: ગિરિરાજ સિંહ
  • દેશમાં મુસ્લિમોની તરફથી લવ-જેહાદ ચલાવામાં આવી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી

બેગૂસરાયથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લવ-જેહાદને લઇ ફરી એક વખત પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે દિલ્હીમાં હિન્દુ છોકરીને જે રીતે ટુકડે-ટુકડા કરીને હત્યા કરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. દેશમાં મુસ્લિમોની તરફથી લવ-જેહાદ ચલાવામાં આવી રહ્યું છે. હિન્દુ છોકરીઓને ફોસલાવીને મુસ્લિમ યુવક પોતાની સાથે કરી લે છે. ત્યારબાદ તેઓ તેમને છોડી દે છે અથવા તો તેમના ટુકડે-ટુકડા કરી હત્યા કરી દે છે.

મુસ્લિમ યુવક વૈવાહિક જીવનની જેમ રહ્યા બાદ પણ કરી દે છે હત્યા

[[$googlead]]

ગિરિરાજ સિંહે કહ્યું કે જે રીતે દિલ્હીમાં એક મુસ્લિમ યુવક દ્વારા લિવ ઇન રિલેશનશીપ જ નહીં પરંતુ વૈવાહિક જીવનમાં રહ્યા બાદ તેમના ટુકડે-ટુકડા કરી હત્યા કરી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ દેશમાં લવ-જેહાદનું મિશન ચલાવામાં આવી રહ્યું છે.

[[$alsoread]]

જ્યારે દિલ્હીમાં હિન્દુ છોકરી સાથે લવ મેરેજ કર્યા હોય તે છોકરીના ટુકડે-ટુકડામાં પરિવર્તિત કરી દીધી છે. મુસ્લિમ નામ બદલીને વેશ બદલીને હિન્દુ છોકરીને ફોસલાવીને દિલ્હીમાં જે ઘટના બની મુસ્લિમ છોકરાએ પોતાની સાથે રાખી અને બાદમાં તેની હત્યા કરી તે દુર્ભાગ્યપૂર્ણ છે.

શ્રદ્ધા અને આફતાબ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા

શ્રદ્ધા દિલ્હી આવતા પહેલા મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને આ દરમિયાન તેની મુલાકાત ડેટિંગ એપ દ્વારા આફતાબ સાથે થઈ હતી. આ મુલાકાત ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંને મુંબઈમાં જ એક મકાનમાં સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યા, પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર ન હતો, ત્યારબાદ શ્રદ્ધાએ પરિવાર સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. થોડા દિવસો પછી શ્રદ્ધા અને આફતાબે મુંબઈ છોડીને દિલ્હી રહેવાનું નક્કી કર્યું. બંને 8 મેના રોજ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ 18 મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી.


  • Follow us on: