[[$googlead]]
રાહુલગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેઓ વિવિધ જગ્યાઓ પર હાજરી આપીને સંબોધન કરી રહ્યા છે. ત્યારે આજે વોશિંગ્ટનમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ચૂંટણીમાં ભાજપની જીત અને આરએસએસ પર ફરી એકવાર નિશાન સાધ્યુ છે. જેને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો જવાબ આપ્યો છે.

અજ્ઞાની વધારે જ્ઞાન આપે
વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જે કોંગ્રેસ આઝાદી પછી તુષ્ટિકરણની રાજનીતિ અને શીખોનું કત્લેઆમ કર્યુ અને તેઓ આજે જ્ઞાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા ત્યાં એક કહેવત છે કે જેઓ અજ્ઞાની હોય છે તેઓ પોતાનું જ્ઞાન વધારે પીરસે છે. આવા જ રાહુલ ગાંધી પણ છે. જે ત્રીજી વખત ચૂંટણીમાં 99 સીટ પાર કરી ન શક્યા અને 300ની વાત કરી રહ્યા હતા. ક્યાં ગઇ એ વાત જેઓ કહી રહ્યા હતા કે 300 લાવીશું.

RSSએ શિક્ષણ પ્રણાલી પર કબ્જો કરી લીધો- રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા અમે એ વિચાર પર ભાર આપી રહ્યા હતા કે સંસ્થાઓ પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. આરએસએસએ શિક્ષણ પ્રણાલી પર કબ્જો કરી લીધો છે અને તપાસ એજન્સી તથા મીડિયા પર પણ કબ્જો કરી લીધો છે. અમે આ વાત કહી રહ્યા હતા પરંતુ લોકોના સમજમાં આવતુ ન હતું. મે બંધારણને આગળ રાખ્યુ અને પછી મે જે પણ કંઇ કહ્યુ તો અચાનક બધુ વધારે લાગવા લાગ્યુ. ગરીબ ભારત, ઉત્પીડિત ભારત જેણે આ સમજી લીધુ કે સંવિધાન ખતમ થઇ ગયો તો ખેલ આખો ખતમ થઇ જશે. ગરીબ લોકોએ ઊંડાણ પૂર્વક સમજી લીધુ કે આ સંવિધાનની રક્ષા કરનારા અને તેને નાબૂદ કરનારાઓની લડાઇ છે.

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપ..
તેમણે આગળ કહ્યું કે મને નથી લાગતુ કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હોત, તેમની પાસે બહુ મોટો આર્થિક લાભ હતો. તેમણે અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા. ચૂંટણી પંચ એજ કરી રહ્યું હતું જે તેઓ ઇચ્છતા હતા. આખુ અભિયાન એ રીતે બનાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં પોતાનું કામ કરે અને જે રાજ્યમાં તેઓ નબળા હતા તે રાજ્યોને અલગ રીતે ડિઝાઇન કર્યા હતા. હું આ સ્વતંત્ર ચૂંટણીના રૂપમાં નથી જોતો. મે આને નિયંત્રિત ચૂંટણીના રૂપમાં જોવુ છું.
  • Follow us on: