• ટ્વિટર પર એક યૂઝરે ધોની પરિવારની એક તસવીર કરી શેર 
  • X યૂઝરે ધોની વિરુદ્ધ કરી વિવાદિત ટિપ્પણી
  • પોસ્ટને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવી

એશિયાના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાયા છે. આ ભવ્ય લગ્ન સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેવામાં ટ્વિટર પર એક યૂઝરે એક તસવીર શેર કરી છે. તસવીરમાં ધોની, તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે.


શનિવારે X યુઝરે  ધોની પરિવારની આ તસવીર શેર કરી અને લખ્યું, 'યુવતીઓ બિહારીઓ સાથે લગ્ન કેમ નથી કરતી, આ કારણ છે' . તસવીર સાથે આવી કોમેન્ટ કરવા પાછળ યુઝરનું સાચું કારણ સ્પષ્ટ નથી, પરંતુ મોટાભાગના એક્સ યુઝર્સને લાગે છે કે ટ્રોલરે એમએસ ધોનીની પુત્રી ઝિવાના પોશાક અને દેખાવને નિશાન બનાવ્યો છે. નેટીઝન્સ આને ધોની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી તરીકે જોઈ રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવી છે.


જ્યારે નેટીઝન્સે સતત ટ્રોલરને તેની ટિપ્પણી સ્પષ્ટ કરવા કહ્યું, ત્યારે તેણે આનુવંશિકતાનો ઉલ્લેખ કર્યો. ટ્રોલરે કહ્યું કે જિનેટિક્સના કારણે બિહારીનો રંગ કાળો છે. આ પછી, ધોનીના ચાહકો ગુસ્સે થઈ ગયા અને ટ્રોલની ટીકા કરવા લાગ્યા જેણે તેને તેના લુક્સ માટે નિશાન બનાવ્યો. લોકોએ ટ્રોલ કરનારને કહ્યું- 9 વર્ષની બાળકી પર આવી ટિપ્પણી કરતી વખતે તમને શરમ નથી આવતી.




  • Follow us on: