- છેલ્લા એક વર્ષમાં વિશ્વની વસ્તીમાં એક ટકાનો વધારો થયો
- 2024ની શરૂઆતમાં વિશ્વમાં દર સેકન્ડે 4.3 લોકોનો જન્મ થતો હશે અને 2 વ્યક્તિનું મૃત્યુ થતું હશે
- ગયા વર્ષની સરખામણીમાં વિશ્વની વસ્તીમાં આ વર્ષે 7.5 કરોડનો વધારો થયો
ગયા વર્ષની સરખામણીમાં વિશ્વની વસ્તીમાં આ વર્ષે 7.5 કરોડનો વધારો થયો છે. જેને કારણે નવા વર્ષે 1 જાન્યુઆરી 2024નાં રોજ વિશ્વની વસ્તી 8 અબજનો આંક વટાવી જશે તેવું યુએસ સેન્સસ બ્યૂરોએ જાહેર કરેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વની વસ્તીમાં 1 ટકાનો વધારો થયો છે. સેન્સસ બ્યૂરોનાં આંકડા મુજબ 2024ની શરૂઆતમાં વિશ્વમાં દર સેકન્ડે 4.3 લોકોનો જન્મ થતો હશે અને 2 વ્યક્તિનું મૃત્યુ થતું હશે તેવું કહી શકાય. ઉલ્લેખનીય છે કે વસ્તી વૃદ્ધિની બાબતમાં ભારત ચીનથી પણ આગળ નીકળી ગયું છે.
અમેરિકામાં ગયા વર્ષે વસ્તીનો ગ્રોથ 0.53 ટકા
વિશ્વની વસ્તીની દૃષ્ટિએ ગયા વર્ષે અમેરિકામાં વસ્તીનો ગ્રોથ 0.53 ટકા નોંધાયો હતો જે વિશ્વની વસ્તીનાં 50 ટકા હિસ્સો દર્શાવે છે. અમેરિકામાં ગયા વર્ષે વસ્તીમાં 1.7 મિલિયનનો વધારો થયો હતો જે નવા વર્ષે કુલ વસ્તી 33.58 કરોડ થવાનો સંકેત આપે છે. વસ્તી વધારામાં જો દાયકાનાં અંતે આ જ ગતિ જળવાઈ રહે તો 2020 એ અમેરિકાનાં ઈતિહાસમાં દાયકામાં ઓછામાં ઓછો વસ્તી વધારો થનારો દાયકો બની રહેશે. જે 2020 થી 2030 વચ્ચેનાં 10 વર્ષનાં ગાળામાં 4 ટકાનો ગ્રોથ રેટ ધરાવે છે તેમ બ્રૂકિંગ ઈન્સ્ટિટયૂશનનાં ડેમોગ્રાફર વિલિયમ ફ્રે જણાવે છે.
1930ની મહામંદી પછી વસ્તીનો સૌથી ઓછામાં ઓછો વધારો
1930ની મહામંદી પછી ઓછામાં ઓછી વસ્તી વધી હોય તેવો આ દાયકો ગણી શકાય. જેમાં વસ્તીનો ગ્રોથ રેટ 7.3 ટકા જેટલો હતો. મહામારીનાં વર્ષને ધ્યાનમાં ન લઈએ તો વસ્તીમાં થોડા વધુ વધારો થયો હતો. આમ છતાં 7.3 ટકાનો વસ્તી વધારો હાંસલ કરવાનું મુશ્કેલ છે તેમ ફ્રે નું માનવું છે. અમેરિકામાં વર્ષ 2024નાં પ્રારંભમાં દર 9 સેકન્ડે એક બાળકનો જન્મ થશે અને દર 9.5 સેકન્ડે એક વ્યક્તિનું મોત થશે. જો કે અન્ય દેશોમાંથી અમેરિકામાં આવનારા ઈમિગ્રન્ટસની સંખ્યામાં વધારો થવાને કારણે વસ્તીમાં ઘટાડો થતો અટકશે. અમેરિકાની વસ્તીમાં દર 28.3 સેકન્ડે એક વ્યક્તિ વિદેશથી માઈગ્રન્ટ તરીકે અમેરિકામાં આવશે જેને પરિણામે તેની વસ્તી આટલા ગુણાંકમાં વધતી રહેશે. સમગ્ર રીતે જોતા અમેરિકાની વસ્તીમાં દર 24.2 સેકન્ડે એક વ્યક્તિનો વધારો થશે.