ડોલર ઇન્ડેક્સમાં અસ્થિરતા અને હાજર બજારમાં નબળી માંગ વચ્ચે શુક્રવાર, 4 એપ્રિલના રોજ સવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. આજે ચૈત્ર નવરાત્રિનું છઠ્ઠુ નોરતુ છે. ત્યારે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ વિવિધ મોટા શહેરોમાં આજે શું છે સોનાનો ભાવ


[[$googlead]]

સોનાના ભાવ ઘટ્યા

આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે સોનું સસ્તું થયું છે. શુક્રવાર, ૪ એપ્રિલના રોજ સોના અને ચાંદી બંનેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં સોનું 91,600 રૂપિયા પર રહ્યું. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 84000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

[[$alsoread]]

ચાંદીના ભાવ ઘટ્યા

શુક્રવાર, 4 એપ્રિલ, 2025ના રોજ ચાંદીનો ભાવ 99,000 રૂપિયા હતો. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

દેશના આ શહેરોમાં શું છે કિંમત ? 


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 84,150 91,790
ચેન્નાઇ 84,000 91,640
મુંબઇ 84,00091,640
કોલકાતા 84,000 91,640
જયપુર 84,15091,790
અમદાવાદ 84,050 91,690


આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 2 એપ્રિલ, 2025 ના રોજ 180 થી વધુ દેશો પર પ્રતિશોધાત્મક ટેરિફ લાદવા ઉપરાંત ટ્રમ્પે યુ.એસ.માં આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 10 ટકાનો બેઝલાઇન ટેરિફ પણ લાદ્યો છે, જે સામાન્ય વેપાર નિયમો હેઠળ અન્ય દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવે છે. તે જ સમયે, પારસ્પરિક ટેરિફ એ અન્ય દેશોના ટેરિફ સામે બદલો લેવાની કાર્યવાહી છે.


  • Follow us on: