• ભારતીય વિઝા અરજદારોને ડિસેમ્બર સુધી રૂબરૂ ઇન્ટરવ્યૂમાં USની મુક્તિ

  • આનાથી જુદીજુદી કેટેગરી હેઠળ વિઝા અરજદારોને ઘણી રાહત મળશે
  • દર વર્ષો મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકાની મુલાકાત લેશે


અમેરિકાએ ત્યાંનાં વિઝા મેળવવા ઇચ્છતા કેટલાક ભારતીય અરજદારોને ઈન પર્સન ઈન્ટરવ્યૂમાં મુક્તિ આપી છે. જેમાં સ્ટુડન્ટ્સ તેમજ વર્કર્સ વિઝા મેળવનારાઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષનાં 31 ડિસેમ્બર સુધી ભારતમાં ડિપ્લોમેટિક મિશનના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું અમેરિકાનાં રાજદ્વારીએ જણાવ્યું હતું. આનાથી જુદીજુદી કેટેગરી હેઠળ વિઝા અરજદારોને ઘણી રાહત મળશે.

F, M, અને એકેડેમિક J વિઝા હેઠળ સ્ટુડન્ટ્સ વિઝા મેળવવા ઈચ્છતા અરજદારો તેમજ H-1, H-2, H-3, અને વ્યક્તિગત L વિઝા હેઠળ વર્કર્સ વિઝા મેળવવા ઈચ્છતા અરજદારો તેમજ કલ્ચર અને અસાધારણ ક્ષમતા કે કુશળતા ધરાવતા O, P, અને Q વિઝા હેઠળ અમેરિકા જવા માંગતા અરજદારો.

યુએસ સરકારનાં આ નિર્ણયને કારણે વિવિધ કેટેગરી હેઠળનાં વિઝા મેળવવા ઈચ્છતા લોકો તેમજ તેમનાં પરિવારજનોને ઘણી રાહત મળશે. તેમની મુશ્કેલીઓ દૂર થશે તેમ અમેરિકાની સાઉથ એશિયન કોમ્યુનિટીનાં નેતા અને એશિયન અમેરિકન્સ માટેનાં યુએસ પ્રમુખ બાઈડેનનાં સલાહકાર અજય જૈન ભદોરિયાએ જણાવ્યું હતું. તેમણે અમેરિકાનાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ

  • Follow us on: