અત્યારે આપણે દુનિયાના કોઇપણ છેડે જવાનુ કહે.. અથવા તો આપણે જે શહેરમાં રહીએ છીએ ત્યાં કોઇ પણ સરનામુ હોય. આપણે કોઇને પૂછપરછ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે ગૂગલ મેપ છેને..મેપ પર દરેક રસ્તાઓ દેખાડે. પરંતુ હવે તો ગૂગલ મેપ પર ભરોસો કરવાથી ડર લાગી રહ્યો છે. કારણ કે ક્યાંક તમે નદીએ પહોંચાડી દેશે તો ક્યારેક તમને પહોંચાડી દેશે કોઇ અજાણી જ જગ્યાએ. આવો જ એક કિસ્સો બન્યો છે પોલીસ સાથે.


[[$googlead]]

દરોડા પાડવા જતી હતી પોલીસ 

આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસ ટીમને ગૂગલ મેપએ નાગાલેન્ડ પહોંચાડી દીધા. મોટા ભાગના પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. જેવા તેઓ નાગાલેન્ડ પહોંચ્યા અને ત્યાંના લોકોએ તેમને આધુનિક હથિયાર સાથે જોયા કે ગામના લોકોએ તો તેમને ગુનેગારો સમજી લીધા. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસના જવાનોને ગુનેગાર સમજીને બંધક બનાવી લીધા જેથી કરીને તેઓ કોઇ ગુનો ન આચરે.

[[$alsoread]]

પોલીસને સમજ્યા ગુનેગાર 

બુધવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે આસામ પોલીસની 16 સભ્યોની ટીમ, દરોડા દરમિયાન ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ માર્ગને અનુસરતી વખતે, અજાણતામાં નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો અને તેઓ આખી રાત બંધક બનાવી રાખ્યા.

સમાચાર એજન્સી અનુસાર આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી.

નાગાલેન્ડના લોકોએ આસામ પોલીસને બંધક બનાવી

તેમણે વધુમાં કહ્યું કે આ ચાના બગીચાનો વિસ્તાર હતો. જે ગુગલ મેપ્સ પર આસામમાં બતાવવામાં આવ્યો હતો. જોકે, તે વાસ્તવમાં નાગાલેન્ડની સરહદમાં હતો. GPS પર મૂંઝવણને કારણે, ટીમ ગુનેગારની શોધમાં નાગાલેન્ડની અંદર ગઈ. સ્થાનિકો આસામ પોલીસની ટીમે તેમને કેટલાક બદમાશો સમજી લીધા હતા જેઓ અત્યાધુનિક હથિયારો લઈને આવ્યા હતા. તેમને કસ્ટડીમાં લઇ લીધા.

1 કર્મચારી ઇજાગ્રસ્ત 

પોલીસે વધુમાં જણાવ્યું કે 16 પોલીસકર્મીઓમાંથી ફક્ત ત્રણ જ યુનિફોર્મમાં હતા અને બાકીના સાદા કપડામાં હતા. આનાથી સ્થાનિક લોકોમાં મૂંઝવણ ફેલાઈ ગઈ. તેઓએ ટીમ પર પણ હુમલો કર્યો અને અમારા એક કર્મચારી ઇજાગ્રસ્ત થયા.

પોલીસની બીજી ટીમ આવી મદદે

નાગાલેન્ડમાં આવી સ્થિતિ સર્જાઇ હોવાની માહિતી મળતા જ જોરહાટ પોલીસે અધિક્ષકનો સંપર્ક કર્યો. તેમણે આસામ પોલીસને બચાવવા માટે એક ટીમ સ્થળ પર મોકલી, જેથી લોકોને ખ્યાલ આવ્યો કે તેઓ જેને ગુનેગાર સમજતા હતા તે આસામ પોલીસ છે. તેમણે આખીરાત બંધક બનાવેલા લોકોને પણ છોડાવ્યા. આમ આસામ પોલીસ એક રાત નાગાલેન્ડમાં ગુનેગારની જેમ રહીને બીજા દિવસે જોરહાટ પહોંચી હતી.


  • Follow us on: