• CUTS ઇન્ટરનેશનલ થિન્ક ટેન્કનું તેના લેટેસ્ટ રિપોર્ટમાં સૂચન

  • ઓફર્સમાં જંગી બચતનું ચિત્ર ઊભું કરાય છે પણ ખરેખર તો કિંમત વધારી દીધી હોય છે
  • 'ડીપ ડિસ્કાઉન્ટિંગ' અને 'પ્રિડેટરી પ્રાઇસિંગ' વચ્ચે તફાવત સ્પષ્ટ કરવાની જરૂર

ઇ-કોમર્સ સેક્ટરમાં વિવિધ ચીજવસ્તુઓની કિંમત વધાર્યા બાદ અપાતા ડિસ્કાઉન્ટની અનૈતિક પ્રથા ડામવા માટે સરકારે તથા સંલગ્ન નિયમનકારી સંસ્થાઓએ તાત્કાલિક પગલાં લેવા જોઇએ તેવું સૂચન CUTS ઇન્ટરનેશનલ નામની એક થિન્ક ટેન્કે તેના લેટેસ્ટ રિપોર્ટમાં કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇ-કોમર્સ સાઇટ્સ દ્વારા જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરીને લોકોમાં એવું ખોટું ચિત્ર ઊભું કરવામાં આવે છે કે તેમની સાઇટ પરથી આવી ઓફર્સ સાથે ખરીદી કરવાથી તેમના નાણાની બચત થશે પણ હકીકતમાં આવી ઓફર્સમાં વિવિધ ચીજવસ્તુઓની કિંમત વધારી દેવાઇ હોય છે. સરકારે આવા ફ્લેશ સેલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના બદલે ગ્રાહકોના રક્ષણ માટેના પગલાં વધુ મજબૂત કરવા પર ફોકસ કરવું જોઇએ અને તમામ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે લેવલ-પ્લેઇંગ ફીલ્ડ સુનિશ્ચિત કરવું જોઇએ.

સ્ટેટસ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયાઃ ઇવેલ્યુએટિંગ કન્ઝયુમર વેલ્ફેર ઓફ ઇ-કન્ઝયુમર્સ' નામના આ રિપોર્ટમાં ઉમેર્યું છે કે સરકાર અને સંબંધિત નિયમનકારી સંસ્થાઓએ ઈ-કોમર્સ સેક્ટરમાં કિંમત વધારીને ડિસ્કાઉન્ટ ઓફર કરવા જેવી અનૈતિક પ્રથાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. વાજબી અને ટકાઉ ઇ-કોમર્સ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા વિક્રેતાઓને તેમના ઉત્પાદનોની કિંમત નક્કી કરવાની સ્વાયત્તતા હોવી અનિવાર્ય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે 'ડીપ ડિસ્કાઉન્ટિંગ' અને 'પ્રિડેટરી પ્રાઇસિંગ' વચ્ચે તફાવત સ્પષ્ટ કરવાની જરૂર છે. હાલના તબક્કે એવી પરિસ્થિતિ છે કે બંને શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વાપરવામાં આવે છે, જે ઈ-કોમર્સ સેક્ટરમાં મૂંઝવણ અને ભાવની પદ્ધતિઓના ખોટા કેટેગરાઇઝેશન તરફ્ દોરી જઇ શકે છે. નીતિઓ ઘડનારાઓ, નિયમનકારો અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સે આ બે વિભાવનાઓ વચ્ચે તફાવત કરતી સ્પષ્ટ વ્યાખ્યાઓ અને માર્ગદર્શિકા ઘડવી મહત્વપૂર્ણ છે.


  • Follow us on: