દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાની ભવ્યતા દેખાઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે ક્યારેય પણ તેમના માર્ગથી વિચલિત ન થવું જોઈએ. આજે આપણી પાસે એ તમામ આત્માઓને યાદ કરવાનો અવસર છે જેમનું આખું જીવન રામજન્મભૂમિ આંદોલનને સમર્પિત હતું.
રામલલાના રાજ્યાભિષેક પછી દીપોત્સવનો આ પ્રથમ પ્રસંગ
સીએમ યોગીએ કહ્યું કે, આ અવસર પર હું તે તમામ પૂજનીય સંતોને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે 3.5 લાખની સંખ્યામાં પોતાના જીવનનું બલિદાન આપીને એક જ ઈચ્છા સાથે આ ધરતી છોડી દીધી કે અયોધ્યામાં ગમે તે થાય, આ ધરતી પર રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. તેમનો સંકલ્પ પૂરો થયો. રામલલાના રાજ્યાભિષેક પછી દીપોત્સવનો આ પ્રથમ પ્રસંગ છે. આ પહેલા અમે લોકો બોલતા હતા અને અને જે કહ્યું તે કરીને પણ બતાવ્યું છે.
સનાતન ધર્મ માટે અયોધ્યા એક શરૂઆત
સીએમ યોગીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ ભગવાન શ્રીરામને જ નકારી દિધા. અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે આ લોકો સનાતનના અસ્તિત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સનાતન ધર્મ માટે અયોધ્યા એક શરૂઆત છે. સનાતન ધર્મે ક્યારેય કોઈનું નુકસાન કર્યું નથી, બધાને અપનાવ્યા છે. જે પણ માનવતા અને વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરશે તેની એવી દુર્ગતિ થવાની છે જે ઉત્તરપ્રદેશના માફિયાઓની થઈ છે.
અયોધ્યામાં ફરી પોતાને સાબિત કરવાનો વારો
સીએમ યોગીએ કહ્યું કે, જે અમે કહ્યું હતું, તે 2017 પછી અયોધ્યામાં થઈ રહ્યું છે. અયોધ્યામાં ફરીવાર પોતાને સાબિત કરવાનો વારો છે. આ માટે અયોધ્યાના લોકોએ ફરી આગળ આવવું પડશે. અયોધ્યાને દેશની પ્રથમ સોલર સિટી બનાવવામાં આવી છે. દીપોત્સવ એ અયોધ્યાની દેન છે, દીપોત્સવ પહેલા ક્યાં ઉજવાતો હતો? દીપોત્સવ સમારોહ પહેલા અયોધ્યા પહોંચેલા સીએમ યોગી અને અન્ય નેતાઓએ ભગવાન રામના રથને રામ દરબાર સ્થળ સુધી ખેંચીને પહોંચાડ્યો હતો. આ પછી સીએમ યોગીએ તેમની આરતી ઉતારી હતી.









