જીએસટી દ્વારા વેરા ભરનારાઓ માટે કેટલીક તાકીદભરી સૂચના આપવામાં આવી છે. જુલાઇને ટેક્સ પિરિયડની શરૂઆતથી મૂળ ફાઈલિંગ ભરવાની નિશ્ચિત તારીખના ત્રણ વર્ષ પછી માસિક કે વાર્ષિક રિટર્ન ફાઇલ નહીં કરી શકે. જુલાઈની ટેક્સ મર્યાદાનો મતલબ એ છે કે કરદાતા આ વર્ષે ઓગસ્ટમાં માસિક રિટર્ન દાખલ કરી શકશે.
આ તમામ જીએસટીઆરને લાગુ પડશે
GST રિટર્ન ફાઇલ કરવાવાળા માટે મોટું અપડેટ આવ્યું છે. ગૂડ્સ એંડ સર્વિસ ટેક્સ નેટવર્ક દ્વારા કહેવામાં આવ્યું છે કે, જીએસટીઆર 1, જીએસટીઆર 3બી, જીએસટીઆર 4, જીએસટીઆર 5, જીએસટીઆર 5એ, જીએસટીઆર 6, જીએસટીઆર 7, જીએસટીઆર 8 અને જીએસટીઆર 9 તારીખની ત્રણ વર્ષની સમય મર્યાદા બાદ દાખલ કરી શકશે નહીં.
સમયસર રિટર્ન ફાઇલ કરવા સૂચના
જીએસટી નેટવર્કની સૂચના મુજબ ત્રણ વર્ષના સમય બાદ રિટર્ન ફાઇલ કરવા ઉપર રોક લગાવવામાં આવશે. આ પ્રતિબંધ જુલાઈ 2025 થી લગાડવામાં આવશે. તેથી કરદાતાઓને એમ જણાવાયું છે કે, જેમણે અત્યાર સુધી રિટર્ન દાખલ નથી કર્યું સમયસર દાખલ કરી લેવું જોઈએ.
સમય જતાં નિયમન સુધરશે
નિષ્ણાત એવા રજતમોહને એક રિપોર્ટમાં કહ્યું છે કે, આ પગલું સિસ્ટમનું નિયમન વધારશે અને લાંબાગાળે ગેરશિસ્ત પણ નિવારી શકાશે. જોકે આ નિયમ એવા કરદાતાઓને અસર કરી શકે છે કે જેમનું ફાઈલિંગ કોઈ કાર્યવાહીમાં અટવાયું હોય.