આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના 14 હજાર ખેડૂતોની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ છે. તેઓ 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના થયા છે.અન્ય સમાચારમાં સુરતની મોડલ તાન્યા સિંઘના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરશે. આ સિવાય ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીગા ભમ્મરે દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે.


બિહારના લખીસરાઈમાં ગમાખ્વાર માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

બિહારના લખીસરાઈમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમાખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નીપજ્યાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની બગડતી હાલત જોઈને તેમને તાત્કાલિક પીએમસીએચ પટનામાં રિફર કરવામાં આવ્યા હતા.

ભારતીય મૂળના અશ્વથ કૌશિકે રચ્યો ઈતિહાસ, 8 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરને હરાવ્યો

ભારતીય મૂળના ચેસ ખેલાડી અશ્વથ કૌશિકે ઈતિહાસ રચ્યો છે. અશ્વથે માત્ર 8 વર્ષની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવીને મોટી સિદ્ધિ મેળવી છે. પોલેન્ડના ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને બર્ગડોર્ફર સ્ટેડથૌસ ખાતે હરાવીને તેણે બતાવ્યું કે ભારતીય મૂળનું નાનું બાળક પણ ઐતિહાસિક કાર્યો કરી શકે છે.

પંજાબના 14 હજાર ખેડૂતોની શંભુ બોર્ડરથી દિલ્હી કૂચ, 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ રાજધાની રવાના

પંજાબના 14 હજાર ખેડૂતોની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ છે. તેઓ 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના થયા છે. બીજી તરફ ખેડૂતો પણ ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં 800 ટ્રેક્ટર પણ તેમની સાથે છે.

નીતિશ કુમાર વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યો પર ગુસ્સે થયા

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષોના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો અને ગૃહમાં મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જેના પર મુખ્યમંત્રી નીતીશ કુમાર નારાજ થઈ ગયા. સીએમ નીતિશ કુમારે ગૃહમાં ઉભા રહીને કહ્યું, તમે લોકો જીવતા રહો અને અમને મારી નાખો. તમે લોકો આ વખતે બહુ ઓછી સંખ્યામાં આવશો. 

સુરતની મોડલ તાન્યા સિંઘના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

સુરતની મોડલ તાન્યા સિંઘના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરશે. જેમાં સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન તાન્યા સિંઘની મુલાકાત ક્રિકેટર અભિષેક શર્મા સાથે થઇ હતી.

ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ, સમાજ માટે વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા

ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીગા ભમ્મરે દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમજ દલિત સમાજ માટે ગેર બંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા છે. ગીગા ભમ્મરના વીડીયોથી દલિત સમાજમાં ભારે રોષ છે.

NASAની અનોખી શ્રદ્ધાંજલી, ચંદ્ર પર જતા સ્પેસક્રાફ્ટમાં મોકલી પ્રમુખ સ્વામીની ઈમેજ

અમેરિકન સ્પેસ એજન્સી નાસા એક અનોખી રીતે હિન્દુ ધર્મગુરુને શ્રદ્ધાંજલી આપશે. નાસા ચંદ્ર પર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજના ફોટોગ્રાફ્સ અને સંદેશાઓ પહોંચાડશે. 

રશિયા-યુક્રેન યુદ્ધ: લાખોના પગારનો વાયદો કરી યુદ્ધમેદાને મોકલ્યા,બાદમાં ભારતીયોની હાલત થઈ આવી

રશિયા અને યુક્રેન વચ્ચે આશરે બે વર્ષથી યુદ્ધ ચાલુ છે. આ ભીષણ યુદ્ધમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ભારતીય નાગરિકોને રશિયન સૈન્યની સાથે યુક્રેન વિરુદ્ધ લડવા મજબૂર કરાઈ રહ્યા છે. તેઓને કથિત રીતે એક એજન્ટે દગાથી સુરક્ષા સહાયકના રૂપમાં કામ કરવા યુદ્ઘ ભૂમિમાં મોકલ્યા

રવિચંદ્રન અશ્વિન બની શકે છે આગામી ટેસ્ટ કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યો સંકેત

ભારતનો સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન આ દિવસોમાં ચર્ચામાં છે. અશ્વિને તાજેતરમાં જ તેની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો 9મો બોલર બની ગયો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ અશ્વિનના વખાણ થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે 2-1થી લીડ મેળવી લીધી છે. 

'હું થોડો લાલચી છું...', શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યા બાદ શાહરૂખ ખાનની પ્રતિક્રિયા

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે અભિનેતાને તેના કામ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024' ગઈકાલે મોડી સાંજે શરૂ થયો હતો અને આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનને ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

  • Follow us on: