• આજે મોઢેરામાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન
  • પીએમ મોદીએ આ કાર્યક્રમની કરી સરાહના
  • સાથે જ દેશવાસીઓને વિનંતી પણ કરી

 નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજરી આપી હતી. અંદાજે 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરાયું હતું. વર્ષની શરૂઆત સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા દાખવીને કરવામાં આવી હતી. આ બદલ પીએમ મોદીએ આ કાર્યક્રમની સરાહની કરી છે.

આપણા વારસા અને યોગ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુરાવો

પીએમ મોદીએ આ અંગે ટ્વિટ પર જણાવ્યું કે ગુજરાતે વર્ષ 2024નું અદભૂત રીતે સ્વાગત કર્યુ. એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે . આપણે સૌ જાણીએ છીએ કે 108 અંકનું કેટલુ મહત્વ છે. આ સાથે જ સ્થળ મોઢેરા સૂર્ય મંદિર પણ આઇકોનિક છે. અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા. જે યોગા તરફ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે.

પીએમ મોદીએ સૌને કરી વિનંતી

આ સાથે જ પીએમ મોદીએ દેશવાસીઓને વિનંતી કરી હતી કે સૌ કોઇએ રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા જોઇએ. તમારી દિનચર્યામાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરવો જોઇએ. તેનાથી અપાર અને અઢળક ફાયદા થાય છે. 

https://twitter.com/narendramodi/status/1741717772709904853

રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા

રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તેમાં મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો છે. હરિયાણાના સંદીપ આર્યએ ગિનિઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર સમારોહનું આયોજન થયુ છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર છે. આંતરરષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર પૂજા પટેલ સન્માનિત થયા છે. જેમાં મહેસાણાની પૂજા પટેલને રૂ. 1 લાખનું સન્માન આપવામાં આવ્યું છે. મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારિયાને 1.75 લાખનું બીજું ઈનામ મળ્યુ છે.