બસમાંથી ઊતારી દેતા પોલીસ કર્મચારી વિફર્યો

। સંતરામપુર ।

જી.એસ.આર.ટી.સી માં મહેસાણાથી દાહોદ રૂટ પર ફ્રજ બજાવતા કંડકટરને લુણાવાડામાં પોલીસ કર્મી દ્વારા માર મારતા કંડકટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે કંડકટરના જણાવ્યા મુજબ એક ઈસમ ટિકિટ વગર ગાડીમાં જતો હોવાથી તેની ટીકીટ લેવાં માટે કહ્યું તે વ્યકતિ એ ટીકીટ નહી લેતાં તેને ગાડીમાંથી ઉતારી દીધો હતો. જેથી લુણાવાડા નજીક કંકા તળાવ પાસે સિવિલ ડ્રેસમાં પોલીસ દ્વારા બસને ઊભી રાખવી કંડકટરને નીચે બોલાવી જાહેરમાં કોઈ પણ જાતની પૂછપરછ કર્યાં વગર  તે મારા સબંધી ને ગાડી માંથી ઉતારી મૂક્યો તેમ કહી લાકડી વડે માર માર્યો હતો.  જેથી બેહોશ હાલતમાં કંડકટર ને જનરલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા છે. માત્ર કોઈ વાંકગુના વગર માર મારતા સમગ્ર એસ.ટી પરીવાર ગુસ્સે ભરાયોછે અને લુણાવાડા પોલીસ મથકે પોલીસ કર્મી વિરૂદ્ધ ફ્રીયાદ નોંધાવી છે.

સત્તાનીજોરે સામાન્ય નાગરીક અને પ્રમાણિક રીતે ફ્રજ બજાવતા સરકારી કર્મચારી ને માર મારતાં લુણાવાડા પોલીસ કર્મીની એક બાજુ ચોરી અને ઉપરથી સીના જોરી સામે આવતા સામન્ય જનતાનો રખેવાળ જ ભક્ષક બન્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને " data-show-text="true">

પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

  • Follow us on: