-
અંબાણી-અદાણી પણ દાવ લગાવશે
-
માન્ચેસ્ટર યુનાઈટેડ પણ રેસમાં સામેલ
-
UAE T20 લીગમાં 6 ટીમો ભાગ લેશે
વિશ્વની સૌથી સફળ ક્રિકેટ લીગ IPLની પ્રેરણા લઇ હવે પર દુબઈમાં પણ T20 લીગ રમાવાની છે. ટૂંક સમયમાં અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) આ લીગની જાહેરાત કરી શકે છે. શાહરૂખ ખાન આ લીગનો ભાગ બનવા જઈ રહ્યો છે. શાહરૂખ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ટીમ ખરીદી ચૂક્યો છે. આ તેની ત્રીજી ક્રિકેટ ટીમ હશે. UAEમાં શાહરૂખના ચાહકોની સંખ્યા મોટી છે. આ કારણે તે આ લીગમાં પણ રોકાણ કરવા જઈ રહ્યો છે.

અંબાણી-અદાણી-માન્ચેસ્ટર યુનાઈટેડ રેસમાં
UAE T20 લીગમાં કુલ 6 ટીમો ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સના માલિક મુકેશ અંબાણી, દિલ્હી કેપિટલ્સના ચેરમેન કિરણ કુમાર ગાંધી, માન્ચેસ્ટર યુનાઈટેડ અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડના સ્થાપક રાજેશ શર્મા લીગ માટે ટીમો ખરીદવા માટે તૈયાર છે. અદાણી ગ્રૂપ સાથે ECBની ડીલ પણ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. આ લીગને ICC તરફથી પણ માન્યતા મળી છે અને ટૂર્નામેન્ટનું નામ UAE T20 લીગ રાખવામાં આવ્યું છે.
અદાણી જૂથ તૈયાર છે
અમીરાત ક્રિકેટ બોર્ડ અને અદાણી ગ્રૂપના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહ સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે. ECBએ ગૌતમ અદાણી સાથે સીધી વાત કરી છે. છઠ્ઠી ટીમ માટે રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત ઘણી ટીમો આઈપીએલ સાથે વાતચીત કરી રહી હતી. બિગ બેશ લીગમાં ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તેમજ સિડની સિક્સર્સ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે અદાણી જૂથ ટીમ ખરીદવા માટે તૈયાર છે.
લીગ જૂન-જુલાઈમાં શરૂ થઈ શકે
ECB જૂન-જુલાઈમાં લીગ શરૂ કરવા માંગે છે. UAEમાં સ્થાનિક ખેલાડીઓની અછત છે. તેથી ટૂર્નામેન્ટ મોટાભાગે વિદેશી ખેલાડીઓ પર નિર્ભર રહેશે. લીગની તમામ મેચો રાત્રે રમાશે. અમીરાત બોર્ડે 10 વર્ષ માટે ટૂર્નામેન્ટના મીડિયા અધિકારો US$120 મિલિયનમાં વેચી દીધા છે.
માન્ચેસ્ટર યુનાઈટેડ પણ ક્રિકેટના મેદાનમાં
ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પરિવાર પણ આ લીગમાં ટીમ ખરીદવા જઈ રહ્યો છે. અગાઉ ગ્લેઝર પરિવારે પણ બે IPL ટીમોની હરાજીમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ ટીમને ખરીદવામાં સફળ રહ્યા ન હતા. આ વખતે આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમો રમવા જઈ રહી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને
" data-show-text="true">
પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.
તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો