-
100 મરઘીના મોતથી ફફડાટ
-
H5N1 એવિયન ઈન્ફ્લુએન્ઝાથી મરઘીઓના મોત
-
ખતરાના કારણે 25 હજાર પક્ષીઓ મારી દેવાશે
દેશમાં કોરોના સંકટની વચ્ચે ફરી એકવાર બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. મહારાષ્ટ્રના ઠાણેમાં પોલ્ટ્રી ફાર્મમાં 100 મરઘીના અચાનકથી મોત થવાના કારણે ફફડાટ મચ્યો છે. અહીંના ડીએમ અને કલેક્ટર રાજેશ નાર્વેકરે કહ્યું કે બર્ડ ફ્લૂના ખતરાના કારણે મરઘીના નમૂના પૂણે પ્રયોગશાળામાં મોકલાશે. ઠાણેના જિલ્લા પરિષદના CEOએ કહ્યું કે મરઘીના મોત H5N1 એવિયન ઈન્ફ્લુએન્ઝાના કારણે થયા હતા.
ખતરાના કારણે 25 હજાર પક્ષીઓને મારી દેવાશે
બર્ડ ફ્લૂના ખતરાને જોતા પ્રશાસન એલર્ટ છે અને પ્રભાવિત પોલ્ટ્રી ફાર્મના એક કિલોમીટરના વિસ્તારમાં આવતા 25 હજાર પક્ષીઓને મારી નંખાશે. મળતી માહિતી અનુસાર એક ફાર્મમાં લગભગ 100 મરઘીના મોત થયા છે. બર્ડ ફ્લૂના સેમ્પલ પૂણેની એક લેબમાં મોકલાયા છે.
તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો










