• જમ્મુ એરપોર્ટથી 16 નવી ફ્લાઇટ શરૂ થવાની તૈયારી

  • વર્તમાનમાં શિયાળુ સમયપત્રકમાં 23 ફ્લાઇટનું સંચાલન થાય છે

  • તે સંખ્યા હવે વધારીને 39 કરવામાં આવશે

કોરોનાના ત્રીજા મોજાનો પ્રભાવ ઓછો થયા પછી પર્યટનક્ષેત્રને વેગ આપવા માટે જમ્મુ એરપોર્ટ પરથી નવી 16 ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. માર્ચના ત્રીજા સપ્તાહમાં ગ્રીષ્મકાલીન ઉડ્ડયન સમયપત્રકમાં ચંડીગઢ, બેંગલુરુ, પૂણે અને ઇન્દોર સહિતના અન્ય શહેરોને આ રૂટ સાથે સાંકળવામાં આવશે. વર્તમાનમાં જમ્મુ એરપોર્ટ પરથી 23 ફ્લાઇટનું સંચાલન થાય છે. નવી ફ્લાઇટ શરૂ થતાં માતા વૈષ્ણોદેવી અને કાશ્મીર ખીણની મુલાકાતે આવનારા પર્યટકોની સુવિધામાં વધારો થશે.

જમ્મુ એરપોર્ટ પ્રબંધન પાસે ઉનાળુ સમયપત્રકમાં 16 નવી ફ્લાઇટ શરૂ કરવાની દરખાસ્ત આવી છે. જમ્મુને નવા શહેરો સાથે સાંકળવાની સાથોસાથ વર્તમાન રૂટ પર ફ્લાઇટની સંખ્યા વધારવામાં પણ આવશે. 28 માર્ચથી ઇન્દોર અને જમ્મુ વચ્ચે ઇન્ડિગો એરલાઇન સીધી ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે.

આ ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. જમ્મુ એરપોર્ટ પ્રબંધક એસ.કે.ગર્ગે કહ્યું હતું કે માર્ચ મહિનાથી અનેક શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ થશે. વર્તમાનમાં શિયાળુ સમયપત્રકમાં 23 ફ્લાઇટનું સંચાલન થાય છે. તે સંખ્યા હવે વધારીને 39 કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને " data-show-text="true">

પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

  • Follow us on: