અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઘણી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી રામલલ્લાના અભિષેકમાં ઉપસ્થિત મહેમાનોના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર ખાસ મહેમાનોને 'રામરાજ' ભેટમાં આપવામાં આવશે.
ઉત્તરાયણમાં ઉંધિયું-જલેબીની બોલબાલા વચ્ચે ભાવમાં પણ થયો વધારો
આવતીકાલે ઉત્તરાયણની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં લોકોની પહેલી પસંદગી ઉંધિયું અને જલેબી હોય છે. આ માટેના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. જેમાં પણ ગુજરાતીઓમાં ઉંધિયું સૌથી પ્રિય હોય છે. આ વચ્ચે આજથી જ ઉંધિયું - જલેબીના એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઉંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે.
મલ્લિકાર્જુન ખડગે બની શકે છે I.N.D.I.A.ના અધ્યક્ષ..!નીતિશ કુમારના ઇનકાર પર અટકળો તેજ
લોકસભાની ચૂંટણી પહેલા વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સના અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ ફાઈનલ કરવાને લઇ અટકળો ચાલી રહી છે. 13 જાન્યુઆરી યોજાયેલી I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસના નેતાને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઈન્ડિયા એલાયન્સના કન્વીનર બનવાનો ઈન્કાર કર્યો હતો.
EDએ મની લોન્ડરિંગ કેસમાં 2 લોકોની કરી ધરપકડ, 5 દિવસના રિમાન્ડ પર
ઓનલાઈન સટ્ટાબાજી ગેમિંગ એપ કેસમાં EDએ અમિત અગ્રવાલ અને નીતિન ટિબડેવાલ નામના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ બાદ EDએ બંને આરોપીઓની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. EDએ કોર્ટમાં બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી.
5 સિંહોનું ટોળું ધારી શહેરમાં ફરતું જોવા મળ્યું, લોકોમાં ભય
સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં જંગલમાંથી જાહેર રસ્તા પર અને વિવિધ શહેરમાં સિંહો પ્રવેશ કરી રહ્યા છે. આ વચ્ચે અમરેલીના ધારીમાં સિંહોનું ટોળું રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યું છે. જેમાં શિકારની શોધમાં આવેલા સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ થયા છે.
સુરતના વિદ્યાર્થીઓએ કાપડમાંથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી
રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ નાની ઉંમરનાથી લઈ મોટી ઉંમરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામના અયોધ્યામાં આગમન ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ રંગના કાપડમાં રામંદિરની કૃતિ બનાવવામાં આવી રહી છે.
અમેરિકામાં આવેલા ભીષણ તોફાનથી બે હજારથી વધુ ફલાઈટસ રદ્દ, 2,400 પ્રભાવિત
અમેરિકામાં આવેલા વિનાશક તોફાને ચારેબાજુ વિનાશ વેર્યો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે હજારો મકાનોની છત અને ઘરવખરીને સાથે ઉડાડીને લઈ ગયું. હજારો વૃક્ષો અને છોડનો સોથ વળી ગયો હતો. માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે. જ્યારે હજારો વાહન પાણીમાં ડૂબી ગયા છે. પોતાના સ્થાનથી સેંકડો ફૂટ ઉડી ગયા હતા. આ પ્રચંડ તોફાનને લીધે અમેરિકામાં બે હજારથી વધુ ફલાઈટ્સ રદ કરાઈ છે. જ્યારે 2,400થી વધુ ઉડ્ડયનો રદ્દ કરી દેવાયા હતા.
ચીનના હેનાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 10 લોકોનાં મોત, અનેક ગુમ
ચીનના હેનાન પ્રાંતમાં શુક્રવારે એક કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જ્યારે છ લોકો ગુમ થયાનું સામે આવ્યું છે. ચીનના સરકારી પ્રવક્તાએ આ અંગેની માહિતી આપી હતી. આ દુર્ઘટના કોલસા અને ગૅસમાં વિસ્ફોટને લીધે થયાનું સામે આવ્યું હતું.
IND vs ENG સિરીઝ પહેલા મોટો વિવાદ, MIના પોસ્ટરમાંથી રોહિત શર્મા બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ ગઈકાલે રાત્રે ભારતીય ટીમની ટીમ જાહેર કરી છે. આ ટીમના દેખાવે ઘણા ભારતીય ખેલાડીઓને નિરાશ કર્યા છે, જેમને આશા હતી કે તેઓ ભારતીય ટીમમાં પરત ફરશે. બીજી તરફ ભારતીય ટીમની ટીમ જાહેર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે નવો વિવાદ શરૂ કર્યો છે. મુંબઈએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં રોહિત શર્માને જ ગાયબ કર્યો છે.
IND vs ENG: ડોમેસ્ટિકમાં સારૂ પ્રદર્શન કરવા છતાં આ ખેલાડીઓને કરાયા નરજઅંદાજ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી રમાશે. વાસ્તવમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સની દૃષ્ટિએ ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં જ આ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.