• આલ્બમમાં ડેરા સચ્ચા સોદાના વોલેન્ટિયર પણ સામેલ  
  • ડ્રગ્સની લત છોડાવવાની થીમ પર છે આલ્બમ 
  • ગીત રામ રહિમે લખ્યુ છે અને તેનો જ અવાજ છે

બળાત્કારના કેસમાં પેરોલ પર જેલમાંથી મુક્ત થયેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીને પોતાનો નવો આલ્બમ 'દેશ કી જવાની' રિલીઝ કર્યો છે. બાબા રામ રહીમ બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહ્યા છે. તેમના પર બે સાધ્વીઓ પર બળાત્કાર કરવાનો આરોપ હતો.દુષ્કર્મ કેસમાં પેરોલ પર મુક્ત છે રામ રહિમ.

ગુરમીત રામ રહીમ તેના નવા ગીતમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગુરમીત રામ રહીમ વીડિયો આલ્બમમાં દેશભક્તિના ગીતોની આડમાં પોતાની ઈમેજને પોલીશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં ગુરમીત રામ રહીમ પોતાને સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.નવા આલ્બમના માધ્યમથી છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

[[$googlead]]

રામ રહીમની પુત્રી હનીપ્રીતે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે બાબા રામ રહીમનું નવું ગીત લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ગુરમીત રામ રહીમના નવા વીડિયો આલ્બમમાં ડેરાના સ્વયંસેવકો પણ દેખાઈ રહ્યા છે.ડ્રગ્સની લત છોડાવવાની થીમ પર છે આલ્બમ.

[[$alsoread]]

આ વીડિયોમાં ખુદ ગુરમીત રામ રહીમ પણ જોવા મળી રહ્યા છે. ગીતની થીમ ડ્રગ છે, આલ્બમ દ્વારા યુવાનોને નશો છોડવાની સલાહ આપવામાં આવી રહી છે, વીડિયો આલ્બમમાં રામ રહીમ એન્ટ્રી લે છે.

વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે બળાત્કાર અને હત્યાનો દોષી પેરોલ પર જેલમાંથી બહાર આવીને ગીતો અને ઉપદેશ કેવી રીતે આપી શકે છે. અમુક શરતો સાથે પેરોલ મંજૂર કરવામાં આવે છે. આ નવું ગીત ગુરમીત રામ રહીમે પોતે લખ્યું, કમ્પોઝ કર્યું, ડિરેક્ટ કર્યું અને ગાયુ છે. 

  • Follow us on: