• NIAએ કરી મોટી કાર્યવાહી
  • ખાલિસ્તાની આતંકી પન્નુની સંપત્તિ કરી જપ્ત
  • પંજાબ-ચંદીગઢની સંપત્તિ કબ્જે કરી

NIAએ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો કબ્જે કરી છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડા છે. તે કેનેડા અને અન્ય દેશોમાં ભારત વિરોધી વાતો કરતો રહે છે. મહત્વનું છે કે તેણે તાજેતરમાં કેનેડા-ભારત વિવાદમાં તેણે કેનેડામાં રહેતા હિંદુઓને પણ ધમકી આપી હતી.

પન્નુની પ્રોપર્ટી પર કબ્જો

NIAએ અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની 46 કનાલની સંપત્તિ જપ્ત કરી છે. ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે. આ ખેતીની જમીન છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15 Cમાં છે. કાયદેસર રીતે પન્નુ હવે આ મિલકતોના માલિક નથી. આ મિલકત હવે સરકારની છે.

2020માં પન્નુ આતંકી જાહેર થયો

વર્ષ 2019માં ભારત સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે.

પન્નુ પર લાગ્યા છે આરોપ

વર્ષ 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2020 ના રોજ કેન્દ્ર સરકારે પન્નુને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો. વર્ષ 2020માં સરકારે SFJ સંબંધિત 40 થી વધુ વેબપેજ અને YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.


  • Follow us on: