• ભારતીય H-1B વિઝાધારકોએ હવે વિઝા રિન્યૂ કરાવવા ભારત નહીં આવવું પડે

  • શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 20,000 વિઝા નવી સિસ્ટમથી રિન્યૂ કરાશે
  • વિઝા રિન્યૂ કરાવવા તેમનાં દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં જવું પડશે

અમેરિકાની બાઇડેન સરકાર દ્વારા નવી વ્યવસ્થાનાં ભાગરૂપે વિદેશથી H-1B વિઝા હેઠળ અમેરિકામાં જોબ કરી રહેલા ઈમિગ્રન્ટસનાં વિઝા રિન્યૂ કરવા જાન્યુઆરી 2024થી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. H-1B વિઝા ધારકો હવે જાન્યુઆરીથી તેમનાં દેશમાં ગયા વિના અમેરિકામાં જ તેમનાં વિઝા રિન્યૂ કરાવી શકશે. આને કારણે હજારો ભારતીય પ્રોફેશનલ્સને રાહત મળશે. ભારતીય H-1B વિઝા ધારકોએ હવે તેમનાં વિઝા રિન્યૂ કરાવવા ભારત આવવાની જરૂર પડશે નહીં. શરૂઆતનાં તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 20,000 વિઝા નવી સિસ્ટમથી રિન્યૂ કરાશે. જો કે નવી સિસ્ટમની સંપૂર્ણ વિગતો ફેડરલ રજિસ્ટરમાં નોટિસ સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. અમેરિકામાં જૉબ કરતા H-1B વિઝા ધારક કર્મચારીઓ જ અમેરિકામાં તેમનાં વિઝા રિન્યૂ કરાવી શકશે તેમનાં જીવનસાથીને હાલનાં તબક્કે નવી સિસ્ટમનાં લાભ મળશે નહીં. એટલે કે તેમણે વિઝા રિન્યૂ કરાવવા તેમનાં દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં જવું પડશે.

1B અને L1 વિઝા લોકપ્રિય

અમેરિકામાં જૉબ કરનારા વિદેશી પ્રોફેશનલ્સમાં 1B અને L1વિઝા લોકપ્રિય છે. અમેરિકામાં વિદેશી કર્મચારીઓને નોકરી આપતા માલિકો તેમજ વિદેશી વ્યવસાયીઓમાં આ બંને પ્રકારનાં વિઝાનો બહોળો ઉપયોગ કરાય છે. જો કે 20 વર્ષ પહેલાં જે તે રાજ્યોમાં જ H-1B વિઝા રિન્યૂ કરવાની બંધ કરવામાં આવેલી સિસ્ટમે અનેક પડકારો સર્જ્યા છે. વિઝા ધારકો જ્યારે અમેરિકાની બહાર પ્રવાસ કરે કે જૉબ કરે ત્યારે તેમને વિઝા રિન્યૂ કરાવવા લાંબો પ્રવાસ કરવો પડતો હતો અને લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું. ભારતનાં પીએમ મોદી આ વર્ષે જૂનમાં અમેરિકા ગયા ત્યારે તેમણે બાઇડેન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.


  • Follow us on: