- ઈઝરાયેલના હવાઇ હુમલા સામે હવે હમાસ નવો ઉપાય અજમાવી રહ્યું છે
- ઈઝરાયેલના વિમાનોએ ગાઝા પટ્ટીમાં વિનાશ વેર્યો
- જ્યારે બે દુશ્મન સામસામે આવી જાય ત્યારે લડાઈ લાંબી ચાલી શકે છે
હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને યુદ્ધનો આરંભ કર્યા બાદ હવે ઈઝરાયેલ અને હમાસ બન્ને આક્રમક બન્યા છે. ઈઝરાયેલના વિમાનોએ ગાઝા પટ્ટીમાં વિનાશ વેર્યો છે અને તેની સામે હવે હમાસે સાઇકોલોજિકલ વોરનો આરંભ કર્યો છે. હવે આ આતંકવાદી સંગઠન અપહરણ કરાયેલાં ઈઝરાયેલી બાળકોના વીડિયો બહાર પાડવા લાગ્યું છે. તાજેતરમાં એક યુવતીની ક્લિપ આવી જેમાં આતંકવાદી તેના તૂટેલા હાથનો ઇલાજ કરી રહ્યો છે. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે અને હમાસ તેનો ચાલાકીભર્યો રીતે ઉપયોગ કરી રહ્યું છે. તેને સાઇકોવોર પણ કહેવામાં આવે છે. જ્યારે બે દુશ્મન સામસામે આવી જાય ત્યારે લડાઈ લાંબી ચાલી શકે છે. એવું પણ શક્ય છે કે લડાઈનો કોઈ હલ જ ના નીકળી શકે. આવા સંજોગોમાં સૈનિકો અને દેશની સરકારો ભાતભાતના મનોવૈજ્ઞાનિક ઉપાયો અજમાવે છે, કે જેનાથી દુશ્મન નબળો પડે છે.
હમાસની ચાલાકી શું છે?










