• આજે PM મોદીનો જન્મદિવસ
  • PM મોદીની જીવન સફર
  • સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ

આજે PM મોદીનો 73મો જન્મદિવસ છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર 1950ના રોજ PM મોદીનો વડનગરમાં જન્મ થયો હતો. આજે PM મોદી લાખો લોકોના હૃદય પર રાજ કરે છે, ત્યારે PM મોદીના જીવન પર આધારિત ફિલ્મો અને વેબસિરીઝ પણ મનોરંજન જગતમાં રજૂ કરવામાં આવી છે. આજે અમે તમને PM મોદીના જીવન પર આધારિત આવી ફિલ્મોથી અંગે પરિચિત કરાવીશું.

PM નરેન્દ્ર મોદી

2019માં રિલીઝ થયેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદી ઘણી પ્રખ્યાત હતી. PM મોદીના જીવન પર ઘણી નાની મોટી ફિલ્મો તથા દસ્તાવેજી અને શ્રેણીઓ બનાવવામાં આવી છે, પરંતુ સૌથી વધુ ચર્ચિત ફિલ્મ વિવેક ઓબેરોય અભિનીત 'PM નરેન્દ્ર મોદી' હતી. આ ફિલ્મનું નિર્દેશન ઉમંગ કુમારે કર્યું હતું, જ્યારે ડાયલોગ્સ અનિરુદ્ધ ચાવલાએ લખ્યા હતા.

PM પર વેબસિરીઝ

PM મોદીના જીવન પર આધારિત વેબસિરીઝ પણ રજૂ કરવામાં આવી છે. મનોરંજન પ્લેટફોર્મ ઈરોઝ નાઉએ PM નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબસિરીઝ બનાવી છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ સિરીઝ PM મોદીના જીવન પર આધારિત છે. આ સિરીઝમાં યુવાનોથી લઈને ભારતના PM બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. આ સિરીઝે ઘણી ખ્યાતિ મેળવી છે.

'મોદી: એક સામાન્ય માણસનો પ્રવાસ'

PM મોદીનું જીવન 'મોદી: જર્ની ઓફ એ કોમન મેન'માં પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેને મિહિર ભુતા અને રાધિકા આનંદે લખ્યું છે. જેમાં ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરે PM મોદીના જીવનના વિવિધ તબક્કાઓ રજૂ કર્યા હતા. આ સિરીઝનો દરેક એપિસોડ 35થી 40 મિનિટનો છે.

ઇન્ડિયા ઈન માય વેઇન્સ

ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં ફિલ્મી રામલીલાનું સફળ આયોજન કરનારી ટીમે PM મોદીના જીવન પર ‘ઇન્ડિયા ઈન માય વેઇન્સ’ નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું શૂટિંગ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં થયું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સુભાષ મલિક બોબી છે. આ ફિલ્મમાં PM મોદીનો અભિનય કેપ્ટન રાજ માથુરે કર્યો છે.

  • Follow us on: