• મંદિર ભગવાન શ્રીરામના ગુણો આત્મસાત્ કરવાની પ્રેરણા આપશે

  • મંદિર નિર્માણ માટે ભગવાન રામે જ વડાપ્રધાન મોદીની પસંદગી કરી છે
  • મુખ્ય સંદેશ તો સ્વયં યાત્રા જ હતી. તે પ્રાર્થનાને લાયક રથ હતો

ભાજપના દિગ્ગજ નેતા અને અયોધ્યામાં રામમંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક પૂર્વ નાયબ વડાપ્રધાન એલકે અડવાણી જેમણે રામમંદિર આંદોલન માટે 25 સપ્ટેમ્બર, 1990ના રોજ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. તેમણે તાજેતરમાં જ એક પોસ્ટમાં લખ્યું હતું કે ભાગ્યે ઘણાં લાંબા સમય પહેલા જ આ નિર્ણય રી લીધો હતો કે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થશે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા જનારા અડવાણીએ સાથે જ કહ્યું હતું કે તેમને આશા છે કે આ નવું મંદિર તમામ ભારતીયોને ભગવાન શ્રીરામના ગુણોને આત્મસાત્ કરવાની પ્રેરણા આપશે. અડવાણીએ કહ્યું હતું કે તે સમયે (સપ્ટેમ્બર, 1990માં) મને લાગતું હતું કે ભાગ્યે આ નક્કી કરી લીધું છે કે એક દિવસ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે અને તે બસ સમયની વાત છે અને રથયાત્રા શરૂ થઇ તેના થોડા દિવસો બાદ, મને સમજાયું હતું કે હું તો માત્ર સારથિ છું. મુખ્ય સંદેશ તો સ્વયં યાત્રા જ હતી. તે પ્રાર્થનાને લાયક રથ હતો.

અડવાણીએ પીએમ મોદીને અભિનંદન આપ્યાં

રાષ્ટ્રધર્મ સામયિકમાં સોમવારે પ્રસિદ્ધ થનારા એક આર્ટિકલમાં અડવાણીએ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની ભગવાન રામે જ પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પસંદગી કરી છે. અડવાણીએ પોતાની રથયાત્રાને પોતાની રાજકીય કારકિર્દી માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને પરિવર્તનકારી ઘટના ગણાવી હતી જેણે તેમને ભારત અને તેમની પોતાની જાતની પુનઃશોધની તક પ્રદાન કરી હતી.


  • Follow us on: