હરિયાણાના પંચકુલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચકુલામાં એક જ પરિવારના 7 લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે જે કારમાં મૃતદેહો મળી આવ્યા હતા તે કાર ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રજીસ્ટર થયેલી હતી. આ કાર માટે નેગી નામના વ્યક્તિએ નાણાં પૂરા પાડ્યા હતા, જ્યારે તેના હપ્તા મૃતક પરિવાર દ્વારા ચૂકવવામાં આવતા હતા.
એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળતાં સનસનાટી મચી ગઈ
આ બાબતે વધુ માહિતી આપતાં દેહરાદૂન એસએસપીએ જણાવ્યું કે મૃતક પરિવાર મૂળ પંચકુલાનો રહેવાસી હતો અને તેઓ લાંબા સમયથી દહેરાદૂનમાં રહેતા ન હતા, તેથી અહીંના લોકો તેમના વિશે વધુ જાણતા ન હતા. મૃતક પરિવારના પડોશીઓને પણ આ પરિવાર વિશે કોઈ વધારે જાણકારી નહતી. તેમણે કહ્યું કે પંચકુલા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને દેહરાદૂન પાસેથી કેટલીક માહિતી માગવામાં આવી છે.
7 લોકોના મોત કેવી રીતે થયા તે એક સવાલ
દેહરાદૂન પોલીસ શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે 7 લોકોના મોત કેવી રીતે થયા. પરંતુ જે રીતે કાર અને ફાઈનાન્સ દહેરાદૂન સાથે જોડાયેલા છે, તે તપાસમાં આ એન્ગલ પણ મહત્વપૂર્ણ બની ગયું છે. પોલીસ આ કેસની તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. જો કે હાલમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને પંચકુલા પોલીસની ટીમ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.