હરિયાણાના પંચકૂલામાં બાળકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બસ ખીણમાં ખાબકતા 15 ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, પંચકુલાના મોર્ની નજીક ટિક્કર તાલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ, ડ્રાઈવર દ્વારા બસને વધુ સ્પીડમાં ચલાવવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પ્રશાસને ઘાયલોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ અને ખીણમાં ખાબકી છે.
આ ઘટનામાં 10 થી 15 જેટલા બાળકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક બાળકોને પંચકુલાની સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.










