હરિયાણાની 90 સભ્યોની વિધાનસભા બેઠકો પર મંગળવારે મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં આજે યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી નયબ સિંહ સૈની, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના વિનેશ ફોગટના ભાવિનો નિર્ણય થવાનો છે. ત્યારે હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો સવારથી આગળ ચાલી રહેલા કોંગ્રેસને ભાજપે બરાબરની ટક્કર આપી છે. હરિયાણામાં કોંગ્રેસ 37 જ્યારે ભાજપ 46 બેઠકો પર આગળ છે.


કોંગ્રેસના વોટ વધારે, સીટ ઓછી

[[$googlead]]

મંગળવારે સવારે 8 વાગે 10.37 કલાકે શરૂ થયેલી હરિયાણા વિધાનસભાની મતગણતરીના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસને 40.39 ટકા એટલે કે 10 લાખ 31 હજાર 59 વોટ મળ્યા છે. જ્યારે ભાજપને 38.59 ટકા એટલે કે 9 લાખ 85 હજાર 81 વોટ મળ્યા છે. આ રીતે કોંગ્રેસને કુલ મતો વધુ મળ્યા છે, પરંતુ ભાજપને વધુ બેઠકો મળી છે.

[[$alsoread]]

કઇ બેઠક પર કોણ આગળ ?

  • જુલાના બેઠક પર વિનેશ ફોગટ પાછળ
  • સિરસા બેઠક પર ગોપાલ કાંડા પાછળ
  • દુષ્યંત ચોટાલા ઉચાના કલાનથી પાછળ
  • ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા 11000 મતોથી આગળ
  •  અંબાલા કેન્ટથી અનિલ વિજ પાછળ

નાયબ સૈની આગળ

નાયબ સૈની લાડવા બેઠક પરથી આગળ  ચાલી રહ્યા છે.  હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી નયાબ સૈની લાડવા બેઠક પરથી 5430 મતોથી આગળ છે.


હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવશે- હુડ્ડા

હરિયાણાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જીતનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે.

ચિત્ર બદલાશે, 12 વાગ્યા સુધી રાહ જુઓઃ સુપ્રિયા શ્રીનેત

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે કહ્યું કે રાહ જુઓ. ચિત્ર બદલાશે . 12 વાગ્યા સુધી રાહ જુઓ કોંગ્રેસ બહુમતીની સરકાર બનાવશે તેમાં કોઈ શંકા નથી. હાલ હરિયાણામાં ભાજપ આગળ છે અને કોંગ્રેસ પાછળ છે.


  • Follow us on: