હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે દમદાર જીત મેળવી છે. કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત બાદ હવે વિનેશ ફોગાટની રાજકારણમાં એન્ટ્રી થઇ છે. વિનેશ ફોગાટે જુલના બેઠક પર ભાજપના યોગેશ બૈરાગીને હરાવ્યા છે. ત્યારે વિનેશ ફોગાટની જીત થતા કૈસરગંજના પૂર્વ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે વિનેશે જ્યાં જ્યાં પગ મૂક્યો છે ત્યાં ત્યાં સત્યનાશ થઇ જાય છે. કોંગ્રેસમાં ગઇ છે તો કોંગ્રેસ વિભાજિત થઇ જશે.


[[$googlead]]

તે જ્યાં જાય છે ત્યાં સત્યાનાશ થઇ જાય છે...

તેમણે વધુમાં જણાવ્યું કે કંઇ વાંઘો નહી. વિનેશ જ્યાં જાય છે ત્યાં સત્યાનાશ થઇ જાય છે. અને સત્યાનાશ જ થશે. આગળ કંઇ વધશે જ નહી. તમે જુઓ તે કોંગ્રેસમાં ગઇ તો કોંગ્રેસનો સત્યાનાશ થઇ ગયો. એક્ઝિટ પોલ દેખાડી રહ્યુ હતુ કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે પણ અહીં તો તદ્દન ઉલટુ થયું. તે અમારુ નામ લઇને જીતી તો ગઇ, એટલે તેનો મતલબ એ થાય કે

[[$alsoread]]

અમે મહાન લોકો છીએ. કમસેકમ મારા નામમાં એટલી શક્તિ છે કે મારું નામ લેવાથી તેમની નૈયા પાર થઈ ગઈ. પણ કોંગ્રેસ ડૂબી ગઈ, રાહુલ બાબાનું શું થશે?

જનતાનો આદેશ સ્વીકારવામાં આવે- બ્રિજ ભૂષણ

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ભારત ગઠબંધન સરકારની રચના અંગે બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો. ત્યાંનું હવામાન અને વાતાવરણ અલગ છે, જનતાએ જે પણ આદેશ આપ્યો છે તે સ્વીકારવામાં આવે છે.

સચ્ચાઇની જીત થઇ છે- વિનેશ ફોગાટ

આ દરેક દિકરી અને સ્ત્રીની લડાઈ છે જે હંમેશા સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે. સંઘર્ષની જીત થઇ છે. સચ્ચાઇની જીત થઇ છે. આ દેશે મને જે પ્રેમ આપ્યો છે તે હું હંમેશા જાળવી રાખવાનો પ્રયાસ કરીશે. તેમણે હરિયાણામાં કોંગ્રેસ પાછળ ચાલી રહી છે તે વિશે પૂછતા જણાવ્યું કે હજી રાહ જુઓ કારણ કે બધી સીટો પર પરિણામ હજુ સ્પષ્ટ થયા નથી..જ્યારે સર્ટિફિકેટ હાથમાં આવશે ત્યારે માત્ર કોંગ્રેસ પાર્ટી જ સરકાર બની હશે. .રાજકારણમાં આવ્યા પછી હવે હું અહીં જ રહીશ તેમ જણાવ્યું.

  • Follow us on: