- હાથરસ દુર્ઘટનાને લઇ ભોલે બાબાએ આપ્યું નિવેદન
- "હું સત્સંગ સ્થળથી પહેલેથી જ નીકળી ગયો હતો"
- "દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના"
હાથરસ દુર્ઘટનાને લઇ સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરીએ પહેલું નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ કહ્યું હતું કે, હું સત્સંગ સ્થળ પહેલેથી જ નીકળી ગયો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે આ મામલે સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહને હાયર કર્યા છે. તમને જણાવી દઈએ કે એપી સિંહ સીમા હૈદર અને સચિનના વકીલ પણ છે. આ પત્ર નારાયણ સાકર હરિના નામે જારી કરવામાં આવ્યો છે.

શું કહ્યું હતું પત્રમાં?
પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી. આગળ લખ્યું કે મેં/અમે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ એ.પી. સિંઘને સત્સંગના અંત પછી કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાસભાગ મચાવવા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાખ્યા છે. હું 2જી જુલાઈના રોજ સિકંદરૌના ફુલારી ગામથી ઘણો વહેલો નીકળી ગયો હતો.
121 લોકોએ જીવ ગુમાવ્યા
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાથરસ જિલ્લાના સિકંદરરૌના ફૂલારી ગામમાં મંગળવારે થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ખૂબ જ ચિંતાજનક છે.
કેવી રીતે થઇ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, સત્સંગ સ્થળ પર 'રંગોળી' બનાવવામાં આવી હતી, જેના દ્વારા બાબાએ ચાલવાનું હતું. જ્યારે સૂરજપાલ ઉર્ફે બાબા સાકર હરિ પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના ચરણોની ધૂળ લેવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકો એ રંગોળીને બાબાના આશીર્વાદ માનીને નમન કરી રહ્યા હતા. દરમિયાન નાસભાગ મચી ગઈ અને પછી કોઈને સાજા થવાની તક ન મળી અને એક પછી એક લોકો પડવા લાગ્યા અને આ એક મોટી દુર્ઘટના બની ગઈ.