- હાથરસ સત્સંગ કાંડમાં 120થી વધુ લોકોના મોત
- ભોલેબાબાની 100 કરોડની સંપત્તિ
- બાબા દાનમાં એક રૂપિયો પણ નથી લેતા
હાથરસ સત્સંગ દુર્ઘટનામાં 120થી વધારે લોકોના મોત થયા. બાબા ભોલેના સત્સંગમાં ભાગદોડ મચી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે બાબા ભોલેની ચરણરજ લેવા માટે દોડધામ થઇ હતી. આ મામલે ગઇકાલે સૂરજ પાલ ઉર્ફે ભોલેબાબાનું પહેલીવાર નિવેદન સામે આવ્યું હતું. તેમણે ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ. જો કે મામલે રોજબરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે આવો જાણીએ કોણ છે ભોલે બાબા. કેટલી છે સંપત્તિ અને કેટલા છે આશ્રમ.
બાબા દાનમાં એક રૂપિયો પણ નથી લેતા
બાબા સૂરજ પાલ જાટવે પોતાના લાખો ભક્તોના ભરોસાને સહારો બનાવીને કરોડોનું સામ્રાજ્ય ઉભુ કરી દીધુ છે. અને ખાસ વાત એ છે કે ભક્તોના મતે બાબાએ એક રૂપિયો પણ દાનમાં લીધો ન હતો. તેમ છતાં, ભક્તોની આસ્થા અને વિશ્વાસને કારણે, બાબા સૂરજ પાલે પોતાનો બિઝનેસ દેશભરમાં ફેલાવ્યો હતો. બાબા નારાયણ સાકર વિશ્વ હરિએ તેમના ભક્તો પાસેથી કોઈ દાન ન લીધું હોવા છતાં, તેમણે ખૂબ જ ચતુરાઈથી ઘણા ટ્રસ્ટ બનાવ્યા અને તેમના નામે મિલકત ખરીદી. આ કારણે બાબાએ દેશના ઘણા રાજ્યોમાં ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મહેલ જેવા આશ્રમો ધરાવે છે.
લગભગ 100 કરોડની ધરાવે છે સંપત્તિ
- બાબા પાસે લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે.
- મોટાભાગે સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. જે બાબા દ્વારા બનાવેલા ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી છે.
- સમગ્ર દેશમાં લગભગ 24 આશ્રમ હોવાની માહિતી મળી છે.
- સૂરજ પાલ સિંહ જાટવે 24 મે 2023ના રોજ નારાયણ વિશ્વ હરિ ટ્રસ્ટને પોતાની તમામ મિલકત આપી દીધી હતી.
- આ ટ્રસ્ટ બાબાના સૌથી વિશ્વાસુ સેવકો જ ચલાવે છે.
- સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા પોતાને ચેરિટીથી દૂર રાખે છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા પુષ્કળ દાન એકત્ર કરવામાં આવે છે.
- મૈનપુરી આશ્રમમાં 10,000 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનું દાન આપનારા દાતાઓનો ઉલ્લેખ છે.
- આ બાબાએ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાને બદલે સ્થાનિક લોકોને ટ્રસ્ટી બનાવ્યા.
કેવા છે બાબાના આશ્રમ ?
- બાબાના દરેક આશ્રમની કિંમત કરોડોમાં છે.
- આશ્રમોના નામ બાબાના નામ પર નથી
- બાબાના આશ્રમ કોઈ આલિશાન મહેલથી કમ નથી.
- આશ્રમમાં મોંઘા ઝુમ્મર અને બાબાનું શાહી સિંહાસન પણ છે.
- કરોડોની કિંમતે બનેલા આ આશ્રમો એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
- કાનપુર ,મૈનપુરી, બિધનુ, ઈટાવા, કાસગંજ અને નોઈડામાં મહેલ જેવા આશ્રમ
- સિક્યોરીટી કંઇ સેલિબ્રિટીથી કમ નહી
- સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકર હરિએ પિંક આર્મીની રચના કરી છે.
- પિંક આર્મીમાં 5000 સૈનિકો હોય છે.
- દરેક સત્સંગમાં સુરક્ષાના ત્રણ લેયર હોય છે.
- પિંક આર્મીમાં બાબાના અંગત 100 બ્લેક કેટ કમાન્ડો છે.
- બાબા મોટુ સુરક્ષા કવચ ધરાવે છે.
- તેમના વાહનોનો કાફલો પણ ચર્ચાનો વિષય
- આ કાફલામાં ઘણી લક્ઝરી કારનો સમાવેશ
- કાફલામાં દરેક સમયે 25 થી 30 વાહનો
- બાબા પોતે ફોર્ચ્યુનર કાર પણ ચલાવતા