- હાથરસમાં પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીની મુલાકાત
- સત્સંગમાં ભાગદોડથી 121 લોકોના થયા હતા મોત
- અલીગઢના પિલખના ગામે પણ પીડિતોને મળ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે અલીગઢ અને હાથરસની મુલાકાત લીધી હતી. હાથરસ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા હતા. હાથરસમાં પીડિત પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે હાથરસ અકસ્માત પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના છે.
યોગ્ય વળતર મળવુ જોઇએ- રાહુલગાંધી
તેમણે કહ્યું કે વહીવટીતંત્રની બેદરકારીને કારણે દુર્ઘટના બની. સાથે જ કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને વધુમાં વધુ વળતર મળવું જોઈએ. રાહુલે કહ્યું કે આ દુર્ઘટનાને કારણે ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હું આના પર કોઈ રાજનીતિ કરવા માંગતો નથી પરંતુ વહીવટીતંત્રની ભૂલ છે તેની તપાસ થવી જ જોઈએ. પીડિતો માટે આ મુશ્કેલ સમય છે. યોગ્ય વળતર મળવું જોઈએ.
પરિવારના સભ્યો સાથે મે કરી વાત
રાહુલ ગાંધીએ કહ્યુ કે આ દુઃખદ છે. ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે... વહીવટનો અભાવ છે અને ભૂલો થઈ છે... વળતર યોગ્ય રીતે મળવું જોઈએ... હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને વળતર આપવા વિનંતી કરું છું. શક્ય એટલું જલદી વળતર મળવું જોઈએ... મેં પરિવારના સભ્યો સાથે વાત કરી છે.
અલીગઢમાં છોટે લાલના પરિવારને મળ્યા
મહત્વનું છે કે રાહુલ ગાંધી અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માત પીડિત છોટે લાલના પરિવારને મળ્યા હતા. નાસભાગમાં છોટાલાલની પત્ની અને પુત્રના મોત થયા હતા.









