- સિલક્યારા ટનલ દુર્ઘટનામાં 10 દિવસથી ફસાયા છે 41 શ્રમિકો
- દેશભરમાં મજૂરોની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે પ્રાર્થના
- બજરંગ દળ દ્વારા ‘હવન યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારામાં ટનલ દુર્ઘટનામાં 41 મજૂરો છેલ્લા 10 દિવસથી ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે, શ્રમિકોની સુરક્ષા માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે, બજરંગ દળની જમ્મુ કાશ્મીર વિંગ દ્વારા ‘હવન યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
બજરંગ દળની જમ્મુ એન્ડ કાશ્મીર વિંગ દ્વારા 12 નવેમ્બરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં ફસાયેલા 41 કામદારોની સુરક્ષા માટે 'હવન યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે શ્રમિકો 2 કિમીની ટનલના ભાગમાં ફસાયેલા છે. શ્રમિકો જે સ્થળે ફસાયેલા છે તે જગ્યા કોન્ક્રીટના કામથી બનીને તૈયાર થઈ ચૂકી હતી. જેને કારણે શ્રમિકો સુરક્ષિત છે. ટનલના જે ભાગમાં શ્રમિકો ફસાયેલા છે તે જગ્યાએ વીજળી અને પાણીની વ્યવસ્થા છે. અગાઉ, સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં મોટી સફળતા ત્યારે મળી જ્યારે રેસ્ક્યૂ ટીમના અધિકારીઓએ મંગળવારે સવારે 6 ઇંચની પાઈલપાઇન નાખીને ફસાયેલા શ્રમિકો સાથે ઓડિયો-વિઝ્યુઅલ કનેક્શન સ્થાપિત કર્યું.









