• જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ એક્શનમાં 
  • જેપી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે મોટી બેઠક યોજી
  •  રસીકરણ, આરોગ્ય સુવિધાઓ સાથે પ્રણાલીની ગુણવત્તા પર ભાર મૂક્યો

જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ એક્શનમાં આવ્યા છે. શુક્રવારે તેમણે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ રસીકરણની સાથે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય પ્રણાલીની ગુણવત્તા પર ભાર મૂક્યો હતો.

 નડ્ડાએ પ્રથમ 100 દિવસમાં નિર્ધારિત કર્યો આરોગ્યલક્ષી લક્ષ્ય

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ નવી સરકારની રચનાના પ્રથમ 100 દિવસમાં નિર્ધારિત આરોગ્ય લક્ષ્યોને હાંસલ કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને જાધવ પ્રતાપરાવ ગણપતરાવ પણ તેમની સાથે જોડાયા હતા. આ બેઠકમાં આરોગ્ય મંત્રીનું મુખ્ય ધ્યાન રસીકરણ અને PMJAY યોજના પર હતું.

ત્રાલયની કામગીરીની સમીક્ષા કરતા, આરોગ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો કે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય પ્રણાલીની ગુણવત્તા પર ભાર મૂકવો જોઈએ. તેમણે AB PMJAY હેઠળ આરોગ્ય ખાતરી કવરેજને વિસ્તારવા અને રસીકરણ અને આરોગ્ય કટોકટી પ્રતિભાવ વ્યવસ્થાપન જેવા કાર્યક્રમોમાં ટેક્નોલોજીનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.

તમાકુ સામે ચળવળ

આરોગ્ય મંત્રીએ બિન-ચેપી રોગોની વધતી જતી ઘટનાઓ અને તંદુરસ્ત આહાર અને જીવનશૈલી વિશે જાગૃતિના મહત્વ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમાકુ નિયંત્રણ માટે યુવાનો તરફ લક્ષિત અભિયાનોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે NCDs અને તમાકુની હાનિકારક અસરો વિશે વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી સામાન્ય માણસ તેને સમજી શકે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા, FSSAI CEO જી કમલા વર્ધન રાવ, NHA CEO દીપ્તિ ગૌર મુખર્જી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની કમાન મળતા એક્શનમા

નવી સરકારની રચનામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની કમાન મળી છે. અગાઉ આરોગ્ય મંત્રાલયની કમાન મનસુખ માંડવિયા પાસે હતી. નડ્ડા 2012માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને 2014માં જ્યારે અમિત શાહે પાર્ટી અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ત્યારે તેમને બીજેપી સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

  • Follow us on: