• આજે મુસ્લિમ પક્ષના વકીલે દલીલો રજૂ કરી 
  • જિલ્લા ન્યાયાધીશ ભવનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત 
  • મુસ્લિમ પક્ષના વકીલને સિવિલ પ્રોસિજર કોડ 7ના નિયમ 11 પર દલીલ રજૂ કરવાની તક મળી   

કાશી વિશ્વનાથ મંદિરને લગતા જ્ઞાનવાપી કેસના મેરિટ પર વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 30 મેના રોજ, કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા પછી,સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી હતી. આજે પણ મુસ્લિમ પક્ષના વકીલે દલીલો રજૂ કરી હતી. જે બાદ કોર્ટે સુનાવણી 12 જુલાઈ સુધી સુનાવણી ટાળી દીધી છે. 12 જુલાઇએ પણ મુસ્લિમ પક્ષ પોતાની દલીલો રજૂ કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર,વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં, સૌથી પહેલા સિવિલ પ્રોસિજર કોડ 7ના નિયમ 11 પર, મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવને દલીલ રજૂ કરવાની તક મળી છે. જે પરથી નક્કી થશે કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ સુનાવણી યોગ્ય છે કે નથી.  

અગાઉ, સુનાવણી માટે ફક્ત વાદી, પ્રતિવાદી અને વકીલોને જ કોર્ટરૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશ ભવનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. તેમજ, પ્રવેશદ્વાર પાસે પણ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ મળ્યા બાદ જિલ્લા ન્યાયધીશે બંને પક્ષોને સાંભળ્યા બાદ કેસની યોગ્યતાના આધારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. 26 મેની સુનાવણીમાં, મુસ્લિમ પક્ષ અંજુમન ઇંતઝામિયા મસાજિદના વકીલ અભયનાથ યાદવે વાદી મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલ દાવાને વિરોધાભાસી કહેતા જણાવ્યું કે લગભગ 12 મુદ્દાઓ પર દલીલ કરવામાં આવી હતી. ત્યારબાદ  30 મેના રોજ સુનાવણી થઈ હતી. 30 મેના રોજ, પ્રતિવાદી પક્ષના એડવોકેટ અભયનાથ યાદવે દાવો ફગાવી દેવા 1937ના દીન મુહમ્મદ કેસનો ઉલ્લેખ કરીને તર્ક આપ્યો હતો. તે દિવસે જિલ્લા ન્યાયાધીશે, ચર્ચા ચાલુ રાખતા આગામી સુનાવણી માટે 4 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. 

  • Follow us on: