• વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની નાડીને પારખે છેઃ જયંત ચૌધરી, RLD ચીફ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રરપતિ દ્રોપદી મુર્મુનો આભારઃ જયંત ચૌધરી
  • ભાજપ-RLD ગઠબંધન ફાઈનલ!, લોકસભાની 2-બેઠકો પર ચૂંટણી લડી શકે

દેશના પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળવાથી તેમના પૌત્ર RLD ચીફ જયંત ચૌધરી ખૂબ જ ખુશ છે. કેન્દ્ર સરકારની ભારતરત્ન અંગેની જાહેરાત બાદ જંયત ચૌધરીએ કહ્યું કે, આજનો દિવસ દેશ માટે ખૂબ વિશેષ અને મોટો દિવસ છે, આજે હું ભાવુક થઈ ગયો છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રરપતિ દ્રોપદી મુર્મુનો આભાર વ્યક્ત કરું છું. દેશ તેમનો આભાર માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની નાડને પારખે છે, તે સમજે છે દેશના ગૌરવ અને સન્માન વિશે, હું આભારી છું.

આ પ્રતિક્રિયા બાદ, જયંત ચૌધરી એનડીએમાં જોડાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. શુક્રવારે મોદી સરકારે RLD ચીફ જયંત ચૌધરીના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ જયંત ખૂબ જ ભાવુક દેખાયા હતાં, તેમણે પીએમ મોદીનો દિલથી આભાર માન્યો હતો. આ દરમિયાન જ્યારે તેમને ભાજપ સાથે હાથ મિલાવવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જયંતે કહ્યું, હવે હું કેવી રીતે ના પાડી શકું?

[[$googlead]]

વધુમાં તેમણે કહ્યું, આજનો દિવસ દેશ માટે મોટો દિવસ છે. હું લાગણીશીલ છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું. દેશ તેમનો આભાર માને છે. વડાપ્રધાન મોદી દેશની નાડી સમજે છે. આજે મજૂર વર્ગ, ખેડૂતો અને મજૂરોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ સરકાર પાસે આવું કરવાની ક્ષમતા નહોતી. આજે મને મારા પિતા અજીત સિંહ યાદ આવ્યાં. એ વાંધો નથી કે હું કેટલી બેઠકો લઈશ. હવે હું કેવી રીતે ના પાડી શકું? જેવી રીતે આજની રાજકીય પરિસ્થિતિ છે, તેમ હું મારી વાત આગળ મૂકું છું.

[[$alsoread]]

બે-ત્રણ દિવસમાં ગઠબંધનની જાહેરાત થઈ શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને RLD વચ્ચે ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. RLD લોકસભાની 2 બેઠકો પર ચૂંટણી લડશે. આ 2 બેઠકો બાગપત અને બિજનૌર હશે. આ સિવાય જયંત ચૌધરીની પાર્ટી RLDને પણ એક રાજ્યસભા સીટ આપવામાં આવશે. બે-ત્રણ દિવસમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિરોધ પક્ષો સતત દાવો કરી રહ્યા છે કે, જયંત ચૌધરી અને તેમની પાર્ટી RLD 'INDIA' બ્લોકનો ભાગ છે અને સામાન્ય ચૂંટણીમાં સાથે મળીને લડશે. જો કે, જયંતે આ અંગે મૌન જાળવી રાખ્યું છે. એવું કહેવાય છે કે, તેણે પોતાના દરવાજા બંને બાજુ ખુલ્લા રાખ્યાં હતાં.

ગત ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન હતી

પશ્ચિમ યુપીને જાટ, ખેડૂત અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો જીતી હતી. જ્યારે 8 બેઠકો વિપક્ષી ગઠબંધન દ્વારા કબજે કરવામાં આવી હતી. જેમાંથી 4 સપાના ખાતામાં અને 4 બસપાના ખાતામાં આવ્યા. પરંતુ, RLD એક પણ સીટ જીતી શકી નથી. જયંતને પણ પશ્ચિમ યુપીમાં જાટ સમુદાયનું સમર્થન મળ્યું નથી. આટલું જ નહીં, જયંત 2014ની ચૂંટણીમાં નિરાશ થયા હતા અને તેમને એક પણ બેઠક મળી ન હતી.

  • Follow us on: