- 21 મે સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં હીટવેવ
- દિલ્હીમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ
- શુક્રવારે દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી પહોંચ્યું
વર્તમાનમાં દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. દિલ્હીમાં ગુરુવાર મોસમનો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હીમાં ગુરુવારે મહત્તમ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું હતું. હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી પહોંચ્યું અને શનિવારે તે 45 ડિગ્રીની સપાટીએ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાનના કેટલાક વિસ્તાર તેમ જ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બાળકો, વૃદ્ધો, જૂની બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે આરોગ્ય વિષયક ચિંતા જાહેર કરવામાં આવી છે. લાંબા સમય સુધી ખુલ્લામાં કામ કરતા શ્રામિકો ગરમી સંબંધિત બીમારીનો ભોગ બની શકે છે. ભીષણ ગરમીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે.
દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી










