- 3 સ્ટેટ હાઈવે સહીત કુલ 43 રસ્તાઓ બંધ કરાયા
- રસ્તાઓને ખોલવા માટે 51 જેસીબીને કામ લાગ્યા
- 26થી 29 જુન રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ
ઉત્તરાખંડમાં ચોમાસાના આગમનની સાથે જ રસ્તાઓ બંધ થવાનું શરૂ થઈ ગયું છે. એક દિવસ પહેલા રવિવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સોમવારે હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. જેના કારણે 43 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
લોનિવિના પ્રમુખ અભિયંતા દીપક યાદવએ જણાવ્યું હતું કે સોમવારે સાંજ સુધી મળેલ જાણકારી મુજબ ઉત્તરાખંડમાં નાની મોટી 43 રસ્તાઓ બંધ હતી. એવામાં, ત્રણ સ્ટેટ હાઈવે, બે મુખ્ય જિલ્લા રસ્તાઓ, એક અન્ય જિલ્લા માર્ગ અને 37 ગ્રામીણ રસ્તાઓનો સમાવેશ થાય છે.
રસ્તાઓને ખોલવા માટે 51 જેસીબીને કામ લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રસ્તાઓ ખોલવાના કામમાં કોઈ કચાસ નહિ રાખવામાં આવે, જે અધિકારીઓ કે કર્મચારીઓ આ કામમાં બેદરકાર જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આગામી 4 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ઉત્તરાખંડમાં પર્વતીય જીલ્લાઓની સાથે મેદાની વિસ્તારોમાં પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી સંવેદનશીલ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે ઘણી જગ્યાએ નેશનલ હાઈવેઝ અવરોધાવાની આશંકા સેવવામાં આવી છે. મેદાની વિસ્તારોથી લઈને પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ માટેનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું છે કે 26 જુનના રોજ ઉત્તરાખંડના પર્વતીય જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થવા માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આપવામાં આવ્યું છે. 27 અને 28 જુનના રોજ ઉત્તરકાશી, ચમોલી, પિથોરગઢ, રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 29 જુનના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.